ઉત્તર પ્રદેશમાં શરમજનક ઘટના! એક જ દિવસમાં બે સગીરાને પીંખી નખાઈ, એકની હત્યા કરાઈ
Two Minors Were Raped In Uttar Pradesh: ઉત્તરપ્રદેશમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. રાજ્યમાં હેવાનોએ એક જ દિવસમાં બે સગીરાને પીંખી નાખી છે અને તેમાંથી એકની હત્યા કરી નાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશના બદાયું અને બલિયામાં સગીરાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.
બદાયુંમાં 7 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ
બદાયુંમાં બજાર ગયેલી એક સાત વર્ષની બાળકી અચાનક ગાયબ થઈ ગઈ હતી અને ગઈકાલે રાત્રે તેનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ એક ખંડેર મકાનમાંથી મળી આવ્યો હતો. એસએસપી બૃજેશ કુમાર ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટનાનો તાત્કાલિક ખુલાસનો આદેશ આપ્યો છે. આ કામગીરીમાં SOGની ટીમ ઉપરાંત પોલીસની ચાર ટીમો લગાવવામાં આવી હતી અને વહેલી સવારે 4 વાગ્યે બિનપુર રોડ પર પોલીસે આરોપીનું એન્કાઉન્ટર કરીને ધરપકડ કરી હતી. આ કાર્યવાહીમાં તેના જમણા પગમાં ગોળી વાગી હતી, જેમાં મનોજ નામના કોન્સ્ટેબલને પણ ગોળી વાગી હતી.
આ મામલો જિલ્લાના બિલ્સી પોલીસ સ્ટેશનનો છે. શેર મહોમ્મદની 7 વર્ષની દીકરી બદાર ગઈ હતી અને બપોરથી જ ગાયબ હતી. જ્યારે તે ઘરે પરત ન ફરી ત્યારે પરિવારજનોએ તેની કલાશ કરી પરંતુ તે ન મળી. ત્યારબાદ ગત રાત્રે 10:00 વાગ્યે તેનો મૃતદેહ ખંડર મકાનમાંથી અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો. પીડિત પરિવારે સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
બલિયામાં પાંચ વર્ષની દીકરી સાથે 3 સગીર હેવાનોએ આચર્યું દુષ્કર્મ
રાજ્યના બલિયા જિલ્લામાં મકાન માલિકની પાંચ વર્ષની દીકરી પર ભાડુઆતના સગીર છોકરાઓએ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે. સગીરાની માતાને આ બાબતની જાણ થતાં તેમણે પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના બલિયા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં પાંચ વર્ષની બાળકી સાથે ત્રણ સગીર છોકરાઓએ દુષ્કર્મ આચર્યું છે. પીડિત બાળકીની માતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, મારી બાળકી છત પર અમારા બે ભાડુઆતના સગીર છોકરાઓ સાથે 16 ઓક્ટોબરના રોજ રમી રહી હતી. આ ભાડુઆત મૂળ બલિયાના હલ્દી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે. બંને ભાડુઆતના 3 દીકરાઓ એક 6 વર્ષ, 13 વર્ષ અને 16 વર્ષના છે. તેઓએ મારી 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે.
પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે કેસ નોંધી લીધો છે. બલિયાના પોલીસ અધિક્ષક વિક્રાંત વીરે જણાવ્યું કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. તેમના અને ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્રણેય સગીરોની ઓળખ થઈ ગઈ છે. કાર્યવાહી કરવામાં આવી રહી છે.