Get The App

જયપુરમાં ભારે વરસાદના કારણે કુંડમાં ડૂબવાથી બે ભાઇઓના મોત, મિત્રો સાથે કાંવડ લેવા આવ્યા હતા

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
Galta Kund


Galta Kund Jaipur Two Kanwariyas Died : રાજસ્થાનના જયપુરમાં શ્રાવણ સોમવારે ગલતાજી કુંડ તીર્થ સ્થળ ખાતે ડૂબવાથી બે કાવડિયોનું મોત નીપજ્યું છે. મૃતક પિતરાઈ ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાઈ ગલતાજી ખાતે કાવડ લેવા આવ્યાં હતા ત્યારે બંને કુંડમાં નાહવા પડ્યાં હતા. આ દરમિયાન ભારે વરસાદને કારણે કુંડમાં પાણીનું સ્તર વધવાથી બંને ડૂબી ગયા હતા. આ પછી સિવિલ ડિફેન્સના જવાનોએ કલાકો સુધી કુન્ડમાં સર્ચ ઓપરેશન કરીને બંનેના મૃતદેહને બહાર નીકાળવામાં આવ્યાં હતા.

કુંડમાં નાહવા પડ્યાને મોત થયું

આ ઘટના આજે (12 ઓગસ્ટ) બપોરના 1 વાગ્યે જયપુરના ગલતાજી કુંડ ખાતે ત્રણ મિત્રો કાવડ લેવા માટે તીર્થસ્થળ પહોંચ્યા હતા. આ દરમિયાન, ગલતાજીની સીડી પર તેના સાથી ભક્તોને નાહતા જોઈને સીધા કુંડમાં પડ્યાં હતા. તેવામાં ભારે વરસાદને કારણે ત્યાં હાજર લોકોએ ના પાડવા છતાં બંને યુવક કુંડમાં નાહવા પડ્યાં હતા. જેમાં થોડા સમયમાં બંને ડૂબવા લાગ્યા હતા.

ઘટનાને લઈને પોલીસે શું કહ્યું?

આ મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૃતકોની ઓળખ સોનુ કોલી (20) અને રાહુલ કોલી (23) તરીકે થઇ છે, બંને મૃતક સવાઇ માધવપુરના રહેવાસી છે અને એકબીજાના સંબંધી છે. બંનેના મૃતદેહોને સિવિસ ડિફેન્સની ટીમે પાણીથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા છે.


Google NewsGoogle News