ISISના બે આતંકીઓ ઝડપાયા, ઝારખંડ ATSની કાર્યવાહી, પેલેસ્ટાઇનમાં આત્મઘાતી હુમલાની કરી હતી તૈયારી

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આતંકીઓ સાથે હતા સંપર્કમાં

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
ISISના બે આતંકીઓ ઝડપાયા, ઝારખંડ ATSની કાર્યવાહી, પેલેસ્ટાઇનમાં આત્મઘાતી હુમલાની કરી હતી તૈયારી 1 - image


Jharkhand ATS arrests 2 ISIS men : ઇઝરાયલ-હમાસ યુદ્ધની વચ્ચે ઝારખંડ ATSને મોટી સફળતા મળી છે. ATS ટીમે ISISના બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેઓ યહૂદીઓ પર હુમલો કરવા અને અલ અક્સા મસ્જિદને આઝાદ કરવા પેલેસ્ટાઈનમાં આત્મઘાતી હુમલાની તૈયારી કરી રહ્યા હતા. મળતી જાણકરી અનુસાર ATS મોટા હમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે.

ATSએ ISISના  બે શંકાસ્પદ આતંકીને પકડી પડ્યા 

ATSને આ અંગે માહિતી મળી હતી કે, ઝારખંડના ગોડ્ડા જિલ્લાનો રહેવાસી હસનૈન સોશિયલ મીડિયા દ્વારા ISISની વિચારધારા ફેલાવી રહ્યો છે. ATSએ તેને પકડીને પૂછપરછ કરી હતી. આ દરમિયાન હસનૈને નસીમ નામના તેના એક સહયોગી વિશે માહિતી આપી હતી. હસનૈન ISISની વિચારધારાને સોશિયલ મીડિયાના માધ્યમો પર ફેલાવી યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતો હતો. ઉપરાંત તે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતો.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આતંકીઓ સાથે હતા સંપર્કમાં 

પોલીસે વધુ તપાસ હાથ ધરી અને તેની પૂછપરછ કરી હતી. આ દરમિયાન જાણકારી મળી કે તે વિવિધ ટેલિગ્રામ ચેનલો પર એક્ટીવ હતો. હસનૈને સાથે હજારીબાગનો રહેવાસી નસીમ પણ ISIS સાથે જોડાયેલો હોવાની જાણકારી મળી છે. તે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આતંકવાદી સંગઠનોના સંપર્કમાં પણ હતો. તે 2020 થી કાશ્મીરના ઘણા શંકાસ્પદ આતંકવાદીઓ સાથે સંકળાયેલો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઇ હતી.


Google NewsGoogle News