Get The App

VIDEO: ઈન્દોરમાં ફટાકડા મુદ્દે બબાલ, બે જૂથોનો સામસામે પથ્થરમારો, અનેક વાહનોને લગાવી આગ

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
VIDEO: ઈન્દોરમાં ફટાકડા મુદ્દે બબાલ, બે જૂથોનો સામસામે પથ્થરમારો, અનેક વાહનોને લગાવી આગ 1 - image


Clashes Between Two Groups In Indore : મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાં શહેરના છત્રીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથો વચ્ચે ફટાકડા મુદ્દે બબાલ થઈ હતી, જેમાં બંને જૂથો સામસામે પથ્થરમારો કરતાં વાતાવરણ ગરમાયું હતું. જેમાંથી કેટલાક લોકોએ અનેક વાહનોને આગ લગાવી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે આ માલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.

પથ્થરમારો અને વાહનોમાં આગ ચાંપી

મળતી માહિતી પ્રમાણે, શહેરના છત્રીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફટાકડા ફોડતી વખતે બે જૂથ વચ્ચે વિવાદ વધ્યો હતો. જેમાં સમગ્ર ઘટનામાં કેટલાક લોકોએ ધાર્મિક સ્થળો પર પથ્થરમારો કરવાની સાથે વાહનોમાં આગ લગાવી દીધી હતી. બબાલની જાણ થતાંની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંને જૂથોને વિખેરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 50 બળવાખોર: સૌથી વધુ ભાજપને ટેન્શન, ફડણવીસ ડેમેજ કંટ્રોલમાં ઉતર્યા

અન્ય પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા ભાજપના નેતા

ઘટનાની માહિતી મળતાં જ ભાજપના નેતા એકલવ્ય સિંહ તેમના હજારો સમર્થકો સાથે છત્રીપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને અન્ય પક્ષના લોકો વિરુદ્ધ ફરિયાદ કરી અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. જેને લઈને પોલીસ અધિકારીઓએ ભાજપ નેતાને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 


Google NewsGoogle News