Get The App

દિલ્હીની બે હોસ્પિટલ અને IGI એરપોર્ટમાં બોમ્બ હોવાનો ઈમેલ મળતા ખળભળાટ, પોલીસે તપાસ શરૂ કરી

Updated: May 12th, 2024


Google NewsGoogle News
દિલ્હીની બે હોસ્પિટલ અને IGI એરપોર્ટમાં બોમ્બ હોવાનો ઈમેલ મળતા ખળભળાટ, પોલીસે તપાસ શરૂ કરી 1 - image


Delhi Bomb Threat Email: દિલ્હીની બુરારી સરકારી હોસ્પિટલ (Burari Hospital) અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલ  (Sanjay Gandhi Hospital)માં બોમ્બ હોવાનો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ મળ્યા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ બોમ્બ સ્કવોડ અને ફાયર વિભાગની સાથે પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.

દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી

દિલ્હી પોલીસનું કહેવું છે કે, 'હોસ્પિટલમાં બોમ્બ હોવાની ધમકી અંગે એક ઈમેલ મળ્યો હતો. હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે, જો કે, હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.' આ ઉપરાંત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. પોલીસે એરપોર્ટ પર તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, એક જ ઈમેલ આઈડી પરથી હોસ્પિટલ અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલ બપોરે 3 વાગ્યાની આસપાસ મોકલવામાં આવ્યો હતો. જો કે, પોલીસ તપાસમાં હજુ સુધી એરપોર્ટ પરથી કંઈ મળ્યું નથી.

અગાઉ શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો

થોડા દિવસો પહેલા દિલ્હી અને નોઈડાની ઘણી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી મળી હતી. માહિતી મળતાં જ દરેક શાળાઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત જે શાળાઓને ઈમેલ મળ્યો ન હતો, તે શાળાના વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા. જો કે, પોલીસ તપાસમાં કંઈ મળ્યું ન હતું.


Google NewsGoogle News