ચૂંટણી પહેલા 2 મુખ્યમંત્રીને જેલભેગા કર્યા, આ મુદ્દે જાણો PM મોદીએ શું જવાબ આપ્યો
Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીમાં હવે બે તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રંચડ પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણીના પ્રચાર વચ્ચે વડાપ્રધાન મોદી પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાને ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. જેમાં પત્રકારનો અનેક સવાલોના જવાબ આપે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન ચૂંટણી પહેલા બે મુખ્યમંત્રીને જેલમાં નાખવાો સરકાર પર આરોપ છે તેવા સવાલનો જવાબ આપ્યો હતો. ચાલો જાણીએ વડાપ્રધાન મોદીએ શું જવાબ આપ્યો...
પીએમ મોદીને અનેક મુદ્દે સવાલો કરવામાં આવ્યા હતા
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં કલમ 370, પાકિસ્તાન, ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ પર ED અને CBIની કાર્યવાહી જેવા મુદ્દાઓ પર સવાલો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વધુમાં જ્યારે વડાપ્રધાન મોદીને સવાલ કરવામાં આવ્યો કે સરકાર પર ચૂંટણી પહેલા બે મુખ્યમંત્રીઓને જેલમાં નાખવાનો આરોપ છે. ત્યારે આ સવાલ પર પીએમ મોદીએ કહ્યું હતું કે 'જો તેમના ગુનાઓ પર સરકાર કંઈ ન કરે તો લોકો કહેશે કે ચોક્કસ કોઈ ને કોઈ સાંઠગાંઠ રહી છે.'
જો કોઈ ગુનો કરે છે તો તેને સજા મળે છે
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે 'દિલ્હીના મુખ્યમંત્રી કે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી સામેના કેસમાં સરકાર નહીં પણ કોર્ટ નિર્ણય લે છે. ન તો અમે કોઈને જેલમાં મોકલી શકીએ છીએ અને ન તો કોઈને જેલમાં રાખી શકીએ છીએ. આ કોર્ટ નિર્ણય કરે છે. જો કોઈ ગુનો કરે છે તો તેને ચોક્કસ સજા મળે છે.'