બે મહિનામાં એક જ પરિવારના બે વીર સપૂત દેશ માટે શહીદ, માતા-બહેન પર તૂટ્યો દુ:ખનો પહાડ
Image Twitter |
Kathua Terror Attack : જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સેનાના કાફલા પર થયેલા આતંકી હુમલામાં ઉત્તરાખંડના પાંચ જવાનો શહીદ થયા છે. આ જવાનોમાંથી એક માત્ર 26 વર્ષીય રાઈફલમેન આદર્શ નેગી પણ શહીદ થયા છે. આદર્શ નેગી ટિહરી જિલ્લાના કીર્તિનગરના થાટી (ડાગર) ગામનો રહેવાસી છે. આદર્શ નેગીના શહીદ થયાના સમાચાર મળતાં આખા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ દુખદ સમાચાર સાંભળતા જ તેમની માતા બેહોશ થઈ ગયા હતા. આદર્શ નેગી 2018માં ગઢવાલ રાઈફલમાં ભરતી થયા હતા. તેમણે દેશમાં 6 વર્ષ સુરક્ષા માટે આપ્યા.
આ રીતે દેશનો પુત્ર શહીદ થયો
આદર્શ નેગીનો પરિવાર પહેલેથી જ આઘાતમાં હતો. કારણ કે, હજુ બે મહિના પહેલા જ આદર્શ નેગીના કાકાના દીકરાએ દેશના હિતમાં પોતાનો જીવ હોમી દીધો હતો. તેઓ પણ ભારતીય સેનામાં મેજર પણ હતા. તેમની શહાદતના ઘા પરના આસું હજુ સુકાયા નહોતા અને પરિવાર પર નવુ દુખ આવી પડ્યું છે. પરિવાર હજુ એ દુ:ખને ભૂલવાની કોશિશ કરી રહ્યો હતો ત્યાં સોમવારે બપોરે લગભગ 3.30 વાગ્યે સેનાનું વાહન કઠુઆ શહેરથી 150 કિમી દૂર લોહાઈ મલ્હારના બડનોટા ગામ નજીક માચેડી કિંડલી-મલ્હાર રોડ પર નિયમિત પેટ્રોલિંગમાં આદર્શ નેગી પણ આ વાહનમાં સવાર હતા. ત્યારે નિશાન લગાવીને બેઠેલા વાહન પર આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા અને અન્ય પાંચ જવાન ઘાયલ થયા હતા. આ વિસ્તાર જમ્મુ વિભાગના કઠુઆ જિલ્લામાં આવેલો છે.
રાત્રે જ મળ્યા આ દુખદ સમાચાર
આતંકવાદી હુમલામાં આદર્શ નેગીના શહીદ થયાના સમાચાર રાત્રે પરિવારને મળ્યા હતા. આ સમાચાર મળતા જ પરિવારજનોના આધાતમાં સરી પડ્યા હતા. પરિવારને વિશ્વાસ નહોતો કે કાળ આટલો જલ્દી ફરી ઘર ખટખટાવશે. આ સમાચાર સાંભળીને આદર્શ નેગીની માતા બેહોશ થઈ ગયા હતા. પરિવાર પર આવી પડેલી આફતમાં માતા- પિતા અર્ધબેભાન થઈ ગયા હતા. ઘરમાં વાતાવરણ શૂન્ય બની ગયુ હતુ. પિતા પણ ભારે આઘાતમાં પડી ગયા હતા, પરંતુ પરિવારના વડા હોવાને કારણે તેઓ પોતાની જાતને નિયંત્રિત કરી રહ્યા છે. તેઓ અંદરથી તૂટી ગયા હતા, પરંતુ બહારથી કઠોળ હોવા તરીકે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પિતાએ કહ્યું- નિર્ણય એકવાર લેવો જોઈએ
આદર્શ નેગી પોતાની પાછળ પિતા દલબીર સિંહ નેગી, માતા, એક ભાઈ અને મોટી બહેનને છોડી ગયા છે. તેનો ભાઈ ચેન્નાઈમાં નોકરી કરે છે, જ્યારે તેની મોટી બહેન પરિણીત છે. પોતાના ભાઈની શહાદતના સમાચાર સાંભળીને તે ગામ પહોંચી આવી ગઈ છે. રોઈ રોઈને તેની હાલત પણ ખરાબ થઈ છે. પોતાના ભાઈને ગુમાવવાનું દુઃખ સહન કરવામાં અસમર્થ દલબીર સિંહ નેગીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, સરકારે આ આતંકવાદીઓ માટે કોઈ નિર્ણય લેવો જોઈએ. એવો નિર્ણય કે તેઓ ફરી ક્યારેય આવું કામ ન કરે. રોજ-રોજ કરતાં એકવાર નિર્ણય લેવો જોઈએ.