ટ્વિટર: આખરે શું ઈચ્છી રહ્યા છે એલન મસ્ક?

Updated: Nov 14th, 2022


Google NewsGoogle News
ટ્વિટર: આખરે શું ઈચ્છી રહ્યા છે એલન મસ્ક? 1 - image


નવી દિલ્હી,તા. 14 નવેમ્બર 2022, સોમવાર 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની કમાન સંભાળતાની સાથે જ એલોન મસ્કે એક જ ઝાટકે લગભગ 3800 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. મસ્ક હજી અટક્યા નથી. હવે  તેઓએ કંપનીના 4,400 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. કંપની પાસે આવા કુલ 5,500 કર્મચારીઓ છે. રિપોર્ટ અનુસાર, ટ્વિટરે આ કર્મચારીઓને કોઈ નોટિસ આપી નથી.

તેમને ઓનલાઈન સેવાઓ અને ઈ-મેઈલની ઍક્સેસ આપવામાં આવી રહી નથી. મેનેજરોને પણ ખબર પડી રહી છે કે જ્યારે તેમના કર્મચારીઓ સિસ્ટમમાં આવી શકતા ન  હતા. ઘણા કર્મચારીઓ દાવો કરે છે કે તેમની ઍક્સેસ નોટિસ વિના અવરોધિત કરવામાં આવી છે.    

  • ટ્વિટરે હવે 4,400 કોન્ટ્રાક્ટ વર્કર્સને કાઢી મૂક્યા છે 
  • અગાઉ અડધા કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા 
  • કંપનીના કોન્ટ્રાક્ટ કામદારોને Slack અને ઈ-મેઈલની ઍક્સેસ અપાઈ નથી 
  • ભારતમાંથી 90 ટકા કર્મચારીઓને છૂટા કર્યા હતા 

કોન્ટ્રાક્ટરોને આ અંગે જાણ કરવામાં આવી નથી. કંપનીના કોન્ટ્રાક્ટ કામદારોને Slack અને ઈ-મેઈલની ઍક્સેસ આપવામાં આવી રહી નથી. મેનેજરોને પણ ત્યારે ખબર પડી જયારે કર્મચારીઓની સિસ્ટમ ગાયબ થઇ ગયી હતી. કર્મચારીઓને તેમના લીડર્સ તરફથી કોઈ જાણકારી મળી ન હતી. એક મેનેજર કંપનીના ઇન્ટરનલ સ્લેક મેસેજિંગ પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું કે, મારા એક કોન્ટ્રાક્ટરને નોટિસ વિના ડીએકટીવેટ કરવામાં આવ્યો છે. આ ત્યારે કરવામાં આવ્યું જયારે અમે ચાઈલ્ડ સેફટી વર્કફ્લોઝ પર ફેરફારો કરી રહ્યા હતા.      

એક્શનમાં એલન મસ્ક

ટ્વિટરના વિશ્વભરમાં લગભગ 7500 કર્મચારીઓ હતા, જેમાંથી લગભગ 3,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ભારતમાં, કંપનીએ તેના 90 ટકા કર્મચારીઓને છૂટા કર્યા હતા. 


Google NewsGoogle News