ટીવીને પણ મોંઘવારીનો માર: ટીવી સબસ્ક્રિપ્શનના દરમાં થઇ શકે છે 5 થી 8 ટકાનો વધારો

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
ટીવીને પણ મોંઘવારીનો માર: ટીવી સબસ્ક્રિપ્શનના દરમાં થઇ શકે છે 5 થી 8 ટકાનો વધારો 1 - image


Image:Freepik

TV Subscription Rate: ટીવીને પણ મોંઘવારીનો માર પડશે. ટૂંક સમયમાં તમારે ટીવી જોવા માટે તમારા ખિસ્સામાંથી વધુ પૈસા કાઢવા પડશે. ડિઝની સ્ટાર, ઝી એન્ટરટેઈનમેન્ટ અને વાયાકોમ18, સોની પિક્ચર્સ નેટવર્ક્સે તેમના દરમાં વધારો કર્યો છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે. 

ટીવી સબસ્ક્રિપ્શનના દરમાં 5 થી 8 ટકાનો વધારો થઈ શકે છે. ટ્રાઈએ દર વધારવા માટે લોકસભા ચૂંટણી સુધી રાહ જોવાનું કહ્યું હતું. હવે લોકસભાની ચૂંટણી પૂરી થતાં ટીવી ચેનલોના રેટ ગમે ત્યારે વધી શકે છે.

તમામ બ્રોડકાસ્ટિંગ કંપનીઓએ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ઓપરેટર્સ (DPO)ને નવા એંગ્રીમેન્ટ પર સાઇન કરવા કહ્યું હતું. 

આ પછી, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તમામ બ્રોડકાસ્ટર્સને કહ્યું હતુ કે,તે લોકસભા ચૂંટણી સુધી  એંગ્રીમેન્ટ પર સાઇન ન કરનારા લોકોના સિગ્નલ બંધ ન કરે.  હવે ટ્રાઈ ગમે ત્યારે તેને મંજૂરી આપી શકે છે.

ટીવીને પણ મોંઘવારીનો માર: ટીવી સબસ્ક્રિપ્શનના દરમાં થઇ શકે છે 5 થી 8 ટકાનો વધારો 2 - image

જાન્યુઆરીમાં બ્રોડકાસ્ટર્સે દરમાં 10 ટકાનો વધારો કર્યો 

આ વર્ષે જાન્યુઆરીમાં તમામ મોટા બ્રોડકાસ્ટર્સે તેમની ચેનલોના બુકે રેટમાં 10 ટકા સુધીનો વધારો કર્યો હતો. 

વાયાકોમ 18 એ 25 ટકાનો રેટ વધારો કર્યો છે. આ વધારો ક્રિકેટ રાઇટ્સ અને એન્ટરટેઇનમેન્ટ ચેનલોના માર્કેટ શેરમાં વધારાને કારણે કરવામાં આવ્યો છે. નવા દરો ફેબ્રુઆરીથી જ લાગુ થઈ ગયા છે. 

લોકસભા ચૂંટણીનું મતદાન 1 જૂને પૂર્ણ થયું હતું. આ ઉપરાંત 4 જૂને ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે. આવી સ્થિતિમાં હવે તમામ બ્રોડકાસ્ટર્સ ડીપીઓ પર દર વધારવા માટે દબાણ બનાવશે. એરટેલ ડિજિટલ ટીવીએ પહેલાથી જ રેટ વધારી દીધા છે. બાકીના ડીપીઓ પણ ટૂંક સમયમાં લોકોના ખભા પર વધેલા દરોનો બોજ મૂકી શકે છે.


Google NewsGoogle News