VIDEO: અયોધ્યા પહોંચ્યા ટીવીના 'રામ', 'લક્ષ્મણ' અને 'જાનકી', ભવ્ય અંદાજમાં કરાયું સ્વાગત, કહ્યું- રામ મંદિર જ રાષ્ટ્ર મંદિર
Image Source: Instagram
- 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે
અયોધ્યા, તા. 17 જાન્યુઆરી 2024, બુધવાર
Ram Mandir Inauguration: 22 જાન્યુઆરીનો દિવસ દેશવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ થવા જઈ રહ્યો છે. આ દિવસે અયોધ્યામાં રામ મંદિરનુ ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે. આ દિવસની દેશવાસીઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમ માટે અનેક મોટી હસતીઓને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે. ત્યારે આ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ ટીવીના રામ-સીતા અને લક્ષ્મણ અયોધ્યા નગરી પહોંચી ગયા છે.
અયોધ્યા પહોંચ્યા ટીવીના રામ, લક્ષ્મણ અને જાનકી
ટીવી સિરિયલ રામાયણમાં શ્રી રામના પાત્રમાં નજર આવેલા અરુણ ગોવિલ, માતા સીતાના પાત્રમાં નજર આવેલી દીપિકા ચિખલિયા અને લક્ષ્મણના પાત્રમાં નજર આવી ચૂકેલા સુનીલ લહરીએ રામ નગરી અયોધ્યામાં પ્રસ્થાન કરી લીધુ છે. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં સીતા મા એટલે કે દીપિકા લાલ સાડી પહેરેલી અને કપાળ પર બિંદી લગાવેલી નજર આવી રહી થે. બીજી તરફ રામ-લક્ષ્મણ એટલે કે અરુણ ગોવિલ અને સુનીલ લહરી પણ પીળા કુર્તા-પાયજામામાં નજર આવી રહ્યા છે.
રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર સાબિત થશે
અયોધ્યા પહોંચેલા અરુણ ગોવિલે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર સાબિત થશે. છેલ્લા થોડા વર્ષોમાં દુનિયાભરમાં જે સંસ્કૃતિ ધૂમિલ થઈ ગઈ હતી, આ મંદિર ફરી એક સંદેશ આપશે. જે આપણી સંસ્કૃતિને મજબૂત બનાવશે. આ એક એવો વારસો છે જેને આખી દુનિયા જાણશે. આ મંદિર આપણી આસ્થાનું કેન્દ્ર છે, આપણું ગૌરવ બનશે, આપણી ઓળખ બનશે.
વીડિયોમાં તેમની આસપાસ ખૂબ જ ભીડ નજર આવી રહી છે. ત્રણેય સ્ટાર્સ આ ભીડની સાથે ક્યાંક જતાં નજર આવી રહ્યા છે. આ વીડિયો પર યૂઝર્સ પણ જય શ્રી રામની કોમેન્ટ કરી રહ્યા છે.
થોડા દિવસો પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં સુનીલ લહરી કહી રહ્યા હતા કે તેમને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટેનું આમંત્રણ નથી મળ્યું. અને તેઓ તેનાથી નારાજ પણ હતા. પરંતુ હવે આ વીડિયો જોયા બાદ તેના ચાહકો પણ ઘણા ખુશ થઈ ગયા છે. ઘણા વર્ષો બાદ ફરી એક વખત દર્શકોને ટીવી સીરિયલ રામાયણના રામ-સીતા અને લક્ષ્મણ જોવા મળ્યા છે.