ટ્રમ્પ શાસનમાં QUADનું શું થશે? એસ જયશંકરનો જવાબ સાંભળી ચીન-પાકિસ્તાનનું વધશે ટેન્શન
S. Jaishankar On Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ રીતે પારંપરિક નીતિઓને તોડવાની કોશિશમાં છે. આ દરમિયાન એવી આશંકા વર્તાઈ રહી છે કે, QUAD સંગઠનને તે સમર્થન કરશે કે નહી? જ્યારે ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે આ આશંકાઓને પાયાવિહોણી ગણાવીને કહ્યું કે, 'ટ્રમ્પ જ્યારે પહેલી વખત રાષ્ટ્રપતિ બન્યા હતા, ત્યારે QUAD ની શરૂઆત વિદેશ મંત્રાલયના અધિકારીઓની બેઠક તરીકે થઈ હતી.'
QUAD ને આગળ લઈ જવાનો શ્રેય ટ્રમ્પ વહીવટીતંત્રને મળવો જોઈએ. જયશંકરે કહ્યું કે, QUAD એ ગઠબંધન નથી પરંતુ તે આંતર-સરકારી એજન્સીઓના સંકલનની સિસ્ટમ છે. જે ખૂબ જ ઝડપથી વિસ્તર્યું છે. જયશંકર શુક્રવારે ભારત-જાપાન ફોરમમાં ચર્ચામાં ભાગ લેતી વખતે QUAD પર પોતાના મંતવ્યો આપી રહ્યા હતા.
QUAD શું છે?
QUAD ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની સરકારોની તરફથી સ્થાપિત એક રાજદ્વારી ભાગીદારી છે. જેને ઈન્ડિયન પેસિફિક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કાયદો અને વ્યવસ્થા જાળવવા અને આ પ્રદેશને સમગ્ર વિશ્વ માટે મુક્ત અને મુક્તપણે સુલભ બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આના કેન્દ્રમાં ચીન છે જે ઈન્ડિયન પેસિફિક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા ઈચ્છે છે. છેલ્લા ચાર વર્ષોમાં, QUAD સૈન્ય અને વ્યૂહાત્મક સહકારથી લઈને આરોગ્ય અને સપ્લાઈ ચેઈન ક્ષેત્રોમાં સહકાર વધારવાનો એજન્ડા બનાવ્યો છે. આ ચાર દેશોના ટોચના નેતાઓની આગામી બેઠક ભારતમાં આવતા વર્ષે યોજાવાની છે.
જયશંકરે કહ્યું કે, ' QUADની શરૂઆત ટ્રમ્પના વહીવટીતંત્ર તરીકે થઈ હતી. ટ્રમ્પ વહીવટીતંત્રના પહેલા વર્ષમાં પહેલી વખત QUAD દેશોના ઉપ-વિદેશ મંત્રિયોની બેઠક થઈ હતી. ત્યારબાદ ટ્રમ્પના કાર્યકાળમાં વર્ષ 2019માં વિદેશ મંત્રિયોની પહેલી બેઠળ મળી હતી. રેકોર્ડને જોતા મને લાગે છે કે, QUAD ને આગળ વધારવામાં ટ્રમ્પ વહીવટીતંત્રની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આ પછી QUAD જે રીતે આગળ વધ્યું તે તેમના નિર્ણયને સાબિત કરે છે. QUAD તમામ સદસ્યો પોતાનું યોગદાન આપે છે. ટ્રમ્પની અમેરિકાની પરંપરાગત ગઠબંધનને લઈને જે આગ્રહ છે તે તેમણે QUAD ને લઈન લાગુ પડતી નથી.'