મૈં નિકલા ગડ્ડી લે કે ... હિટ એન્ડ રનના નવા કાયદાનો ટ્રક ચાલકોએ કર્યો વિરોધ, જાણો શું છે આખો મામલો

હિટ એન્ડ રન કેસમાં ૧૦ વર્ષની જેલ અને રુપિયા ૭ લાખના દંડની જોગવાઇ

હાલમાં આઇપીસી ધારા ૨૭૯ હેઠળ વાહન ચાલકને ૨ વર્ષ જેલ થાય છે

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
મૈં નિકલા ગડ્ડી લે કે ... હિટ એન્ડ રનના નવા કાયદાનો  ટ્રક ચાલકોએ કર્યો વિરોધ, જાણો શું છે આખો મામલો 1 - image


નવી દિલ્હી,૧ જાન્યુઆરી,૨૦૨૩,સોમવાર 

હિટ એન્ડ રન પર એક નવો કાયદો આવી રહયો છે જેનાથી ટ્રક ડ્રાઇવરો અને માલિકોમાં ચિંતા પ્રસરી રહી છે. આવા કિસ્સાઓમાં ડ્રાઇવરોને ૧૦ વર્ષ જેલની સજા અને ૭ લાખ રુપિયાનો દંડ કરવા સુધીની જોગવાઇ છે.

વાહન ચાલકોનું માનવું છે કે જો આનો અમલ થાય તો તેમની મુશ્કેલીઓ વધી જાાય તેમ છે. આથી કાનુનનો વિરોધ કરવા માટે દેશ ભરના રાજયોમાં ડ્રાઇવરોએ વિરોધ કરવા લાગ્યો છે.હિટ એન્ડ રનના કિસ્સા વધતા જાય છે આથી કાનુુનને મજબૂત બનાવવાની સરકારને જરુરીયાત જણાઇ રહી છે જયારે ટ્રક અને બસ ડ્રાઇવરોને ભારતીય ન્યાયા સંહિતાની નવી જોગવાઇ વધારે પડતી લાગે છે.

મૈં નિકલા ગડ્ડી લે કે ... હિટ એન્ડ રનના નવા કાયદાનો  ટ્રક ચાલકોએ કર્યો વિરોધ, જાણો શું છે આખો મામલો 2 - image

ડ્રાઇવરોના વિવિધ સંગઠનોએ દાવો કર્યો છે કે હિટ એન્ડ રન કેસમાં નવા કાયદાની જોગવાઇ વિદેશના કાયદા જેવી છે. આ કાયદો લાવવા માટે વિદેશ જેવી જ ગુણવત્તાવાળા રસ્તા અને પરિવહન વ્યવસ્થા હોવી જરુરી છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટે કોંગ્રેસ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટ્રક અને બસ માટેના નવા નિયમોના લીધે ડ્રાઇવરો નોકરી છોડી રહયા છે.

આમ પણ પહેલાની સરખામણીમાં ડ્રાઇવરોની નોકરી કરનારાની ૨૫ થી ૩૦ ટકા જેટલી તાણ છે. હિટ એન્ડ રનના કેસમાં ૧૦ વર્ષની સજા ઉપરાંત ૭ લાખ રુપિયા દંડની રકમ કયાંથી લાવશે ? અત્યાર સુધી હિટ એન્ડ રન કેસમાં આઇપીસી ધારા ૨૭૯ હેઠળ બેદરકારીથી વાહન ચલાવવા બદલ ૩૦૪એ અને ૩૩૮ હેઠળ કેસ નોંધવામાં આવે છે. આમાં અત્યાર સુધી ૨ વર્ષની સજાની જોગવાઇ છે. 


Google NewsGoogle News