ત્રિપુરામાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્ર બિન્દુ બાંગ્લાદેશ, દિલ્હીમાં પણ એલર્ટ
Tripura Earthquake : ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. મ્યાનમારમાં તાજેતરમાં આવેલા વિનાશક ભૂકંપ અને હજારો લોકોના મોતથી લોકો હજુ પણ ભયભીત છે, ત્યારે શુક્રવારે ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં સ્થિત ત્રિપુરા રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
અગરતલા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપ
શુક્રવારે ત્રિપુરાની રાજધાની અગરતલા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ હળવી તીવ્રતાનો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રિપોર્ટ મુજબ ભૂકંપનું કેન્દ્ર ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હતું. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી છે. આ ભૂકંપ શુક્રવારે સાંજે લગભગ 4:23 વાગ્યે આવ્યો હતો.
દિલ્હીમાં ઈમારતોને ભૂકંપ પ્રતિરોધક બનાવવાનો આદેશ
બીજી તરફ દિલ્હીમાં PWD વિભાગે તમામ મહત્વપૂર્ણ ઈમારતોનો સર્વે કરીને તેમને ભૂકંપ પ્રતિરોધક બનાવવાનો આદેશ જારી કર્યો છે. મ્યાનમારમાં તાજેતરમાં આવેલા ભૂકંપને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. પીડબ્લ્યુડી દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘હોસ્પિટલો, શાળાઓ, ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન અને અન્ય મહત્વપૂર્ણ ઈમારતોમાં તપાસો કે શું આ ઈમારતોને ભૂકંપ સહિતની આપત્તિથી બચાવવા માટે ફેરફાર કરવાની જરૂર છે.
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં ફટાકડાના ગોડાઉનમાં ધડાકો, બે માળની ઈમારત ધરાશાયી, બેના મોત
આ પણ વાંચો : વિશ્વમાં ગમે ત્યારે મોટી મહામારી આવવાનો દાવો, WHOના પ્રમુખની ચેતવણીથી વધી ચિંતા