Get The App

ભાજપને દિગ્ગજ પક્ષની ચેલેન્જ, 'ગરીબોને 5 વર્ષ આ વસ્તુ મફત આપો, અમે લોકસભા નહીં લડીએ'

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
ભાજપને દિગ્ગજ પક્ષની ચેલેન્જ, 'ગરીબોને 5 વર્ષ આ વસ્તુ મફત આપો, અમે લોકસભા નહીં લડીએ' 1 - image


Lok Sabha Elections 2024 | તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનરજીએ ભાજપને એક જોરદાર પડકાર ફેંક્યો હતો કે જો ભાજપ જાહેરાત કરે કે ગરીબોને આગામી 5 વર્ષ સુધી મફત રસોઈ ગેસ મળશે તો તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળની 42 લોકસભા બેઠકો પરથી તેના તમામ ઉમેદવારોના નામ પાછા ખેંચી લેશે. 

અભિષેક બેનરજીએ આપી ચેલેન્જ 

મથુરાપુરમાં આગામી લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે આયોજિત સભાને સંબોધતા તેમણે આ નિવેદન આપ્યું હતું. અભિષેક બેનરજીએ કહ્યું કે તમારે લક્ષ્મી ભંડાર આપવાની જરૂર નથી, દીદી (મમતા બેનરજી) પહેલેથી જ આપી રહી છે. હું તમને (ભાજપ)ને એક નોટિફિકેશન લાવવા અને આગામી 5 વર્ષ સુધી લોકોને રાંધણ ગેસ મફતમાં આપવાની જાહેરાત કરવા માટે પડકાર ફેંકું છું.

શું છે લક્ષ્મી ભંડાર યોજના 

'લક્ષ્મી ભંડાર' યોજના પશ્ચિમ બંગાળમાં TMC સરકાર દ્વારા ફેબ્રુઆરી 2021 માં આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી. આ વર્ષના બજેટમાં, સામાન્ય વર્ગ માટે સહાય રૂ. 500 થી વધારીને રૂ. 1,000 પ્રતિ માસ અને SC/ST માટે રૂ. 1,000 થી વધારીને રૂ. 1,200 કરવામાં આવી છે.

ભાજપને દિગ્ગજ પક્ષની ચેલેન્જ, 'ગરીબોને 5 વર્ષ આ વસ્તુ મફત આપો, અમે લોકસભા નહીં લડીએ' 2 - image


Google NewsGoogle News