માતા-પિતા સાથે કરી મજૂરી, આદિવાસી વિદ્યાર્થિનીએ JEEમાં હાંસલ કર્યા 73.8 ટકા, NITમાં મળ્યું એડમિશન
A Tribal student from get admission in NIT: તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં આદિવાસી સમુદાયની અઢાર વર્ષીય રોહિણીએ ભારતની સૌથી અઘરી પરીક્ષા પાસ કરીને ઈતિહાસ રચ્યો છે. જી હા, રોહિણીએ JEEની પરીક્ષામાં 73.8 ટકા માર્ક્સ મેળવવામાં સફળ રહી છે, આ સાથે તેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (NIT), ત્રિચીમાં પ્રવેશ મળી ગયો છે.
કેમિકલ એન્જિનિયરિંગનો કોર્સ પસંદ કરો, સરકાર ચૂકવશે ફી
રોહિણીએ તેની સિદ્ધિઓ વિશે વાત કરતાં કહ્યું કે, "હું એક આદિવાસી સમુદાયમાંથી એક વિદ્યાર્થી છું, અને આદિવાસી સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે. મેં JEE પરીક્ષા આપીને 73.8 ટકા માર્ક્સ મેળવ્યા છે. મને NIT ત્રિચીમાં એડમિશન મળી ગયુ છે. જેમા મેં કેમિકલ એન્જિનિયરિંગનો કોર્ષ પસંદ કર્યો છે.અને તમિલનાડુ રાજ્ય સરકાર મારી તમામ ફી ચૂકવવા તૈયાર થઈ છે. આ મદદ કરવા બદલ હું સીએમનો આભાર માનું છું. તેમજ મારી સ્કુલના આચાર્ય શિક્ષકોના કારણ હું સારુ પ્રદર્શન કરી શકી છું."
રોહિણીની વિશેષ સફળતા ખૂબ જ પ્રેરણાદાયી
રોહિણીની સફળતા ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી છે, કારણ કે તે એક વંચિત સમુદાયમાંથી આવે છે, અને તે ઘણી મુશ્કેલ સંજોગો સામે લડીને આગળ આવી છે. તેના માતા-પિતા રોજિંદી મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તેમનું ઘર ચિન્ના ઇલુપુર ગામમાં આવેલું છે. રોજિંદા સંઘર્ષ વિશે વાત કરતાં રોહિણીએ કહ્યું કે, પ્રવેશ પરીક્ષાની તૈયારી સાથે -સાથે દૈનિક વેતન મજૂર તરીકે પણ કામ કર્યું હતું.
માતા-પિતા સાથે કરતી હતી દહાડિયું મજૂરી, ઘરના કામકાજ પછી અભ્યાસ
રોહિણીએ તેના રોજના કામ અને અભ્યાસ વિશે વાત કહ્યું કે, "હું મારા માતા-પિતા સાથે દૈનિક વેતન મજૂર તરીરે કામ કરવા જવું છું, અને તેની સાથે સાથે પરીક્ષાની તૈયારી કરતી હતી, કારણ કે મારે વધુ સારો અભ્યાસ કરવો હતો અને તેના કારણે હું સારા માર્ક મેળવી શકી અને ત્રિચી NITમાં પ્રવેશ મળી શક્યો." આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રોહિણીનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં રોહિણી તેના ઘરમાં રસોઈ અને બાગકામ જેવા રોજિંદા કામ કરતી જોવા મળે છે. અને વીડિયોના એન્ડમાં તે તેનું એડમિટ કાર્ડ પણ બતાવે છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો, યુઝર્સે કર્યા વખાણ
રોહિણીનો વીડિયો શેર થયા પછી તેને લાખો વ્યૂઝ મળ્યા છે. પોસ્ટ પર પ્રશંસાથી ભરેલી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. રોહિણીની સિદ્ધિ પર ઘણા લોકો ખુશ હતા. એક વ્યક્તિએ લખ્યું, "આટલી અસાધારણ સિદ્ધિ હાંસલ કરવા બદલ મારા હાર્દિક શુભેચ્છાઓ." અન્ય એક યુઝર જયશ્રીએ લખ્યું, "તેમના પ્રયાસો અને પ્રાદેશિક એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા બદલ શુભેચ્છાઓ."