ભારતીય રેલવેએ રચ્યો નવો ઈતિહાસ, પ્રથમ કેબલ બ્રિજનું સફળ ટેસ્ટિંગ, રેલવેમંત્રીએ શેર કર્યો VIDEO
Image Source: Twitter
Anji Khad-Bridge: ભારતીય રેલવેએ ઈતિહાસ રચતા વિશ્વના પ્રથમ કેબલ બ્રિજનું સફળ ટેસ્ટિંગ કર્યું છે. આ સફળ ટેસ્ટિંગ સાથે ભારતીય રેલવેએ એક અનોખો રેકોર્ડ પણ બનાવી લીધો છે. જમ્મુ-કાશ્મીરના અંજી ખંડ પર બનેલા દેશના પ્રથમ એકમાત્ર સ્ટે બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ જમ્મુ અને કાશ્મીરમાં રેલવે કનેક્ટિવિટીને વધારવાની દિશામાં મોટું અને મહત્ત્તવપૂર્ણ પગલું છે, જે જાન્યુઆરી 2025માં શરૂ થવાની આશા છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રાયલ રનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની પ્રગતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
Load test with freight train and trucks on Anji Khad cable-stayed bridge.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 28, 2024
For USBRL, J&K pic.twitter.com/Eqk1zmRLD9
રેલવે મંત્રાલયે જણાવ્યું કે, 'ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક (USBRL) પ્રોજેક્ટના એક પ્રમુખ ઘટક અંજી ખાડ બ્રિજ પર ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.'
ગત મહિને બનીને તૈયાર થયેલ અંજી ખાડ બ્રિજ એ એન્જિનિયરિંગનો એક ચમત્કાર છે, જેમાં સિંગલ સપોર્ટ ટાવરનું માળખું નદીના પટથી 331 મીટર ઉપર છે. તે પોતાના લેટરલ અને સેન્ટ્રલ સ્પેન પર 48 કેબલ દ્વારા સપોર્ટેડ છે અને તેની કુલ લંબાઈ 473.25 મીટર છે. આ લાંબો બ્રિજ 120 મીટરના અંતર પર છે, જ્યારે કેન્દ્રીય તટબંધ 94.25 મીટર સુધી ફેલાયેલો છે.
ચેનાબ બ્રિજ બાદ આ ભારતનો બીજો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે, જે નદીની સપાટીથી 359 મીટર ઉપર વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ છે. બંને બ્રિજ જમ્મુ અને કાશ્મીરમાં કનેક્ટિવિટી વધારવાના હેતુથી મહત્વાકાંક્ષી USBRL પ્રોજેક્ટનો હિસ્સો છે. USBRL પ્રોજેક્ટ 272 કિમીથી વધુ ફેલાયેલો છે, જેમાંથી 255 કિમી પૂર્ણ થઈ ચૂક્યો છે.
શું છે ખાસિયત?
- કટરા અને રિયાસી વચ્ચેનો બાકીનો ભાગ આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) એ જમ્મુ અને કાશ્મીરને બાકીના ભારત સાથે જોડતી 272 કિમી લાંબી રેલવે યોજના છે.
- તેની ગણતરી ભારતીય ઉપમહાદ્વીપના સૌથી પડકારજનક રેલવે પ્રોજેક્ટ પૈકી એકમાં કરવામાં આવે છે. આ પ્રોજેક્ટથી શ્રીનગર અને જમ્મુ વચ્ચેનો પ્રવાસ સમય છ કલાકથી ઘટીને 3.5 કલાક થઈ જશે.
- રેલવે પ્રોજેક્ટનું નિર્માણ ખૂબ જ તાપમાન, મોટા ભૂકંપના ક્ષેત્રો અને મુશ્કેલ ભૂપ્રદેશ જેવા કુદરતી પડકારો પર કાબુ મેળવ્યા બાદ કરવામાં આવ્યો છે.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી 2025માં કાશ્મીર અને દિલ્હી વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડશે.
ખૂબ જ મજબૂત છે આ બ્રિજ
આ પુલની ઉપર એક સમયે 32 રેક માલગાડીઓ અને 57 ડમ્પરોને પુલ પર ચઢાવીને પુલની મજબૂતાઈનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. પુલની લંબાઈ 473.25 મીટર અને પહોળાઈ 15 મીટર છે. પુલના સેન્ટરમાં 193 મીટર ઉંચો સિંગલ તોરણ બન્યો છે. મહત્ત્વપૂર્ણ કટરા-બનિહાલ રેલવે સેક્શન પર કટરા અને રિયાસી સ્ટેશન વચ્ચે અંજી ખાડ પર બનેલા દેશના પ્રથમ સિંગલ સ્ટે બ્રિજનું આજે સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
રેલવે પાસેથી મળેલી માહિતી પ્રમાણે સંગલદાનથી રિયાસી સ્ટેશન સુધી એન્જિન અને માલગાડી ચલાવવાના ઘણા સફળ ટ્રાયલ કરવામાં આવી ચૂક્યા છે. જ્યારે 25 ડિસેમ્બરે કટરા-રિયાસી રેલ્વે સેક્શન પર પ્રથમ વખત એન્જિન અને પછી લોડેડ માલગાડી ચલાવવાનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જેમાં પહેલા તો કટરાથી એન્જિન 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રિયાસી સ્ટેશન પહોંચ્યું અને પછી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કટરા પરત ફર્યું.
ત્યારબાદ આજે આ રેલવે સેક્શનના ટ્રેકની દબાણ ક્ષમતા ચકાસવા માટે કટરાથી 32 રેક વાળી માલગાડી રિયાસી સ્ટેશન પહોંચી. જેમાં કાંકરા ભરવામાં આવ્યા છે. તેનું કુલ વજન લગભગ 3300 ટન છે. માલગાડી સાથે બે એન્જિન અને બે સ્પેશિયલ બ્રેક કોચ પણ જોડાયેલા છે. બીજા દિવસે પણ માલગાડીને રિયાસી સ્ટેશન પર જ ઉભી રાખવામાં આવી હતી.