નેપાળમાં 5.5ની તીવ્રતાના ભૂકંપથી બિહાર સુધી ધરા ધ્રૂજી, લોકોમાં ગભરાટ, કોઈ જાનહાનિ નહીં
Earthquack News | ફેબ્રુઆરીના છેલ્લા દિવસની સવારે જ નેપાળમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો જેની અસર ભારતના બિહાર સુધી જોવા મળી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 મપાઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
ભૂકંપની દ્રષ્ટિએ નેપાળની નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. અહેવાલ અનુસાર બિહાર ઉપરાંત સિલિગુડી સહિત અન્ય ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિક સમય મુજબ રાત્રે 2:36 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.
ભારતની સાથે, તિબેટ અને ચીન સહિતના કેટલાક પડોશી વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. સિંધુપાલચોકના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, "ભૂકંપના આંચકા એટલા ભારે હતા કે અમારે ઊંઘમાંથી દોટ મૂકવી પડી હતી. જોકે હવે લોકો પોતાના ઘરે પાછા ફર્યા છે. અમને અત્યાર સુધી કોઈ નુકસાન કે ઈજાના કોઈ અહેવાલ મળ્યા નથી.