ટ્રેનના AC3 ઈકોનોમી કોચનો પ્રવાસ મોંઘો થયો, જાણો કેટલી કરવી પડશે વધારાની ચૂકવણી
અગાઉ AC3 ઇકોનોમી કોચનું ભાડું AC3 કોચ કરતાં લગભગ 8 ટકા ઓછું લેવાતું હતું
નવી દિલ્હી,તા.19 નવેમ્બર-2022, શનિવાર
રેલવે બોર્ડે AC3 ઈકોનોમી કોચનું ભાડું વધારવાનો નિર્ણય લીધો છે. હવે આ કોચમાં મુસાફરી કરનારા મુસાફરોએ પણ AC3ના મુસાફરો જેટલી જ ચુકવણી કરવી પડશે. AC3 કોચના મુકાબલે AC3 ઈકોનોમી કોચમાં મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા પહોળાઈની સાથે લેગ સ્પેસ પણ ઓછી છે.
રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા કોમર્શિયલ પરિપત્ર મુજબ હવે AC3 ઇકોનોમી કોચ AC3 કોચ એક કરી દેવાયા છે. મતલબ કે હવે બંને કોચમાં સમાન ભાડું હશે. અગાઉ AC3 ઇકોનોમી કોચના મુસાફરો પાસેથી સામાન્ય AC3 કોચના મુસાફરો કરતાં લગભગ 8 ટકા ઓછું ભાડું લેવાતું હતું. જોકે અગાઉ AC3 ઇકોનોમી કોચમાં ધાબળા અને ચાદર ઉપલબ્ધ નહોતા. આ કોચમાં ગત 20 સપ્ટેમ્બરથી બ્લેન્કેટની વ્યવસ્થા કરવામાં આવી છે.