Get The App

સરકારની મોટી તૈયારી, ટુ-વ્હીલર-રાહદારીઓ માટે અનોખી યોજના રોડ અકસ્માતમાં કરશે ઘટાડો

Updated: May 29th, 2024


Google NewsGoogle News
સરકારની મોટી તૈયારી, ટુ-વ્હીલર-રાહદારીઓ માટે અનોખી યોજના રોડ અકસ્માતમાં કરશે ઘટાડો 1 - image


Road Transport Ministry: ટુ-વ્હીલરને લગતા રોડ એકસીડન્ટના કિસ્સાઓ દરરોજ સામે આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી ટુ-વ્હીલર માટે ડેડિકેટેડ લેન બનાવવાની યોજના પર વિચાર કરી રહી છે. મંત્રાલયનું કહેવું છે કે શહેરી રસ્તાઓ અને હાઈવે પર ટુ-વ્હીલર અને રાહદારીઓ માટે અલગ લેન, અંડરપાસ અને ઓવરબ્રિજ બનાવવાની યોજના બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જે રોડ એકસીડન્ટ ઘટાડવામાં મદદરૂપ થશે.

રોડ એકસીડન્ટમાં ઘટાડો કરવા મંત્રાલય લાવ્યું નવી યોજના 

દરરોજ ટુ-વ્હીલરના ઘણા એકસીડન્ટ થતા હોવાથી મંત્રાલય ટુ-વ્હીલર વાહનો માટે એક સારી યોજના લઈને આવ્યું છે. જેના કારણે એકસીડન્ટના કેસમાં ઘટાડો થશે. સરકાર દ્વારા મળતા રોડ એકસીડન્ટના આંકડાઓ જોતા 44 ટકા રોડ એકસીડન્ટમાં બાઈક ચાલકો સામેલ છે. તેમજ લગભગ 17 ટકા રાહદારીઓ રોડ એકસીડન્ટનો ભોગ બન્યા છે. જેમાં મૃત્યુ પામનારાઓમાં 19 ટકા રાહદારીઓ છે.

નવી યોજના અંતર્ગત ટુ-વ્હીલર અને રાહદારીઓના એકસીડન્ટમાં ઘટાડો થશે. રોડ એકસીડન્ટ અંગે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, વર્ષ 2022માં કુલ 4,61,312 રોડ એકસીડન્ટ થયા હતા. જ્યારે 1,68,491 લોકોના મોત થયા છે.

રોડ એકસીડન્ટમાં દર વર્ષે થાય છે વધારો 

દેશમાં એક્સપ્રેસ વે સહિત ઘણા રોડ નેટવર્કનો વિસ્તાર થયો છે. આ સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેને રોડ એકસીડન્ટનું એક મુખ્ય કારણ કહી શકાય. રોડ એકસીડન્ટમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા દર વશે વધી રહી છે. 2012માં 28.2 ટકા લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 2022માં આ સંખ્યા વધીને 36.5 ટકા થઈ જશે.

દર કલાકે  થાય છે 53 રોડ એકસીડન્ટ

મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2023માં દર કલાકે લગભગ 53 રોડ એકસીડન્ટ થયા હતા. જેમાંથી 19 લોકોના મોત થયા છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2022 થી 2023 દરમિયાન લગભગ 9.4 ટકા લોકો રોડ એકસીડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે રોડ એકસીડન્ટમાં 11.9 ટકાનો વધારો થયો છે.

સરકારની મોટી તૈયારી, ટુ-વ્હીલર-રાહદારીઓ માટે અનોખી યોજના રોડ અકસ્માતમાં કરશે ઘટાડો 2 - image


Google NewsGoogle News