ડ્રાઈવર વિના જ 84 કિલોમીટર દોડી ગઈ ટ્રેન, જમ્મુથી પંજાબ પહોંચી, રેલવે તંત્રમાં હડકંપ

ઘણાં પ્રયત્નો પછી પંજાબના મુકેરિયન નજીક ટ્રેનને રોકવામાં આવી હતી

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
ડ્રાઈવર વિના જ 84 કિલોમીટર દોડી ગઈ ટ્રેન, જમ્મુથી પંજાબ પહોંચી, રેલવે તંત્રમાં હડકંપ 1 - image


Goods Train In Jammu: જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશન પર એક માલસામાન ટ્રેન અચાનક પઠાણકોટ તરફ દોડવા લાગી હતી. ઢાળના કારણે આ ટ્રેન લોકો પાયલોટ વગર જ લગભગ 84 કિલોમીટર સુધી દોડતી રહી હતી. આ ઘટનાથી રેલવે અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, ઘણાં પ્રયત્નો પછી પંજાબના મુકેરિયનમાં ઉંચી બસ્સી પાસે ટ્રેનને રોકવામાં આવી હતી.

લોકો પાયલોટ ચા પીવા જતો રહ્યો

મળતી માહિતી અનુસાર, આ ઘટના રવિવારે સવારે લગભગ 7.10 વાગ્યે બની હતી. જમ્મુના કઠુઆમાં લોકો પાયલોટ માલસામાન ટ્રેન નંબર 14806R રોકી હતી. અહીં લોકો પાયલોટ ટ્રેનમાંથી નીચે ઉતરીને ચા પીવા ગયો હતો. આ દરમિયાન ટ્રેન અચાનક આગળ વધવા લાગી અને ઝડપ પાટા પર દોડવા લાગી હતી. માલગાડી કોંક્રીટ લઈને કરી રહી હતી. આ કોંક્રિટ કઠુઆથી લોડ કરવામાં આવી હતી. 

ટ્રેનને દોડતી જોઈને લોકો પાયલોટ સ્તબ્ધ

જ્યારે ટ્રેનને દોડતી જોઈને લોકો પાયલોટ સ્તબ્ધ થય ગયો હતો. આ અંગેની માહિતી રેલવેના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી. આ પછી ટ્રેનને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઘણાં પ્રયત્નો નિષ્ફળ ગયા. આ પછી પેસેન્જર ટ્રેનના લોકો કાયલોટ અને કર્મચારીઓએ ઉચી બસ્તી વિસ્તારમાં ટ્રેનને રોકી હતી. ત્યાં સુધીમાં ટ્રેને 84 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

અધિકારીઓ તપાસ કરી રહ્યા છે

આ મામલાને ફિરોઝપુર ડિવિઝને અધિકારીઓને તપાસ કરવા કહ્યું છે અને આ રીતે લોકો પાયલોટ અને ગાર્ડ વિના ટ્રેનને કેવી રીતે પાટા પર ઉભી રાખવામાં આવી, તેની પણ પૂછપરછ કરવામાં આવશે.


Google NewsGoogle News