UP: રેલવે ટ્રેક પર સેલ્ફી અને રીલ બનાવતો પરિવાર ટ્રેનની અડફેટે આવ્યો, પતિ-પત્ની અને બાળકનું મોત
Uttarpradesh Train Accident: ઉત્તરપ્રદેશની લખીમપુર ખીરી જિલ્લામાં રેલવે ટ્રેક પર બે વર્ષના માસૂમ બાળક સાથે સેલ્ફી લઈ રહેલી અને રીલ બનાવવાની પતિ-પત્નીને ભારે કિંમત ચૂકવવી પડી છે. રીલ બનાવતી વખતે પાછળથી પુરઝડપે આવી રહેલી ટ્રેને જોરદાર ટક્કર મારતાં ત્રણેયના મોત નીપજ્યા છે. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
મૃતકોની ઓળખ મોહમ્મદ અહમદ (ઉ.વ. 30), પત્ની નજમીન (ઉ.વ. 24) અને બે વર્ષીય માસૂમ બાળક અકરમ તરીકે થઈ છે. આ પરિવાર મેળો જોઈ પરત ઘરે જી રહ્યો હતો, ત્યારે ઓઈલ રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન બ્રિજ પર બનેલા રેલવે ટ્રેક પર તે પોતાની પત્નિ અને બે વર્ષીય માસૂમ બાળક સાથે સેલ્ફીની સાથે રીલ બનાવવા લાગ્યો હતો. તે દરમિયાન પાછળથી પુરપાટે આવેલી ટ્રેને ત્રણેયને કચડી નાખ્યા હતા. ત્રણેયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
સેલ્ફી લેવાના ચક્કરમાં જીવ ગુમાવ્યો
આ મામલે એડિશનલ એસપી ઈસ્ટ પવન ગૌતમે જણાવ્યું હતું કે, પતિ-પત્ની અને તેમના બે વર્ષીય બાળકનું ટ્રેનમાં કપાઈ જતાં મોત થયુ છે. આ અંગે તેમના પરિવારજનોમાં માતમ ફેલાયો છે.
પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી
મૃતક સીતાપુરને પોલીસ લહરપુરના નિવાસી છે, જ્યાં ગામના તમામ લોકો મેળો જોવા ગયા હતા. રેલવે ટ્રેક પર આ ત્રણેય સેલ્ફી લઈ રહ્યા હતા, ત્યારે અચાનક ટ્રેન દુર્ઘટના થતાં ત્રણેયના મોત નીપજ્યા હતા.