પશ્ચિમ બંગાળ ટ્રેન અકસ્માત : રેલવેનું ‘કવચ’ અટકાવી શકે છે ટ્રેન અકસ્માત, તો અહીં કેમ કામ ન આવ્યું?

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
પશ્ચિમ બંગાળ ટ્રેન અકસ્માત : રેલવેનું ‘કવચ’ અટકાવી શકે છે ટ્રેન અકસ્માત, તો અહીં કેમ કામ ન આવ્યું? 1 - image


West Bengal Train Accident : પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈ ગુડીમાં એક ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોત અને 25 ઈજાગ્રસ્ત થયા છે. આજે સવારે એક ગુડ્સ ટ્રેને સિયાલદાહ જઈ રહેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત બાદ ભારતીય રેલવેની સિસ્ટમ પર સવાલો ઉઠી રહ્યા છે કે, ખરા સમયે રેલવેના કવચ સિસ્ટમનો ઉપયોગ કેમ ન કરાયો? ભારતીય રેલવેએ આવા ટ્રેન અકસ્માતો અટકાવતા કવચ સિસ્ટમ અંગે કોઈ અપડેટ અપાયું નથી. જોકે અમે તમને રેલવેના આ સેફ્ટી સિસ્ટમ કવચન અંગે માહિતી આપીશું. અમે આજે જણાવીશું કે, રેલવેનું કવચ સિસ્ટમ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

રેલવેનું Kavach પ્રોટેક્શન સિસ્ટમ શું છે?

દેશમાં ટ્રેન અકસ્માતો ટાળવા માટે ઓટોમેટિક સેફ્ટી સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેને ‘કવચ’ નામ આપવામાં આવ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો, તે લોકોમોટિવમાં સ્થાપિત ઇલેક્ટ્રોનિક ઘટકો અને રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસનો સમૂહ છે, જે સિગ્નલિંગ સિસ્ટમની સાથે ટ્રેક પર ટ્રેનની ગતિને નિયંત્રિત કરવામાં સક્ષમ છે. ભારતીય રેલવેએ રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઈઝેશન (RDSO)ની મદદથી આ સિસ્ટમ બનાવી છે. રેલવેએ આ સિસ્ટમ પર વર્ષ 2012માં કામ શરૂ કર્યુ હતું. આ પ્રોજેક્ટનું નામ શરૂઆતમાં Train Collision Avoidance System (TCAS) રખાયું હતું. વર્ષ 2016માં આ સિસ્ટમનું પ્રથમ ટ્રાયલ શરૂ કરાયું હતું, ત્યારબાદ આ સિસ્ટમને તબક્કાવાર ઈન્સ્ટૉલેશન કરવામાં આવી રહ્યું છે.

કવચ સિસ્ટમનો ઉપયોગ અને તેની ખાસીયત

કવચ સિસ્ટમમાં ઘણા ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ અને સેન્સરનો ઉપયોગ કરાયો છે. કવચના રેડિયો ફ્રિક્વેન્સી આઈડેન્ટીફિકેશન ડિવાઇસને ટ્રેન, રેલવે ટ્રેક, રેલવે સિગ્ન અને તમામ સ્ટેશન પર એક કિલોમીટરના અંતરે ઈન્સ્ટૉલ કરવામાં આવે છે. આ સિસ્ટમનું અલ્ટ્રા હાઈ રેડિયો ફ્રિક્વેન્સી અન્ય કમ્પોનેટ્સ સાથે કોમ્યુનિકેટ કરે છે.

જો કોઈ લોકો પાયલટ (ટ્રેન ચાલક) સિગ્નલ તોડે, તો કવચ એક્ટિવ થઈ લોકો પાયલટને એલર્ટ કરે છે અને ટ્રેનના બ્રેકનો કંટ્રોલ મેળવી લે છે. ત્યારબાદ સિસ્ટમને ટ્રેક પર બીજી ટ્રેન આવતી હોવાની જાણ થાય, તો તે તુરંત પહેલી ટ્રેનને રોકી દે છે. આ સિસ્ટમ ટ્રેનની મૂવમેન્ટને સતત ટ્રેક કરે છે અને આગળ સિગ્નલ પણ પાસ કરે છે.


Google NewsGoogle News