Get The App

VIDEO : દિલ્હીથી દરભંગા જઈ રહેલી ટ્રેનમાં લાગી ભીષણ આગ, રિઝર્વેશન કોચ બળીને ખાખ, મુસાફરો માંડ માંડ બચ્યા

ટ્રેનમાં જો વ્યવસ્થા હોત તો તાત્કાલિક આગ બૂજાવી શકાત : મુસાફર

Updated: Nov 15th, 2023


Google NewsGoogle News
VIDEO : દિલ્હીથી દરભંગા જઈ રહેલી ટ્રેનમાં લાગી ભીષણ આગ, રિઝર્વેશન કોચ બળીને ખાખ, મુસાફરો માંડ માંડ બચ્યા 1 - image

નવી દિલ્હીથી દરભંગા જઈ રહેલી ક્લોન એક્સપ્રેસમાં બુધવારે ભીષણ આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં એક કોચ બળીને રાખ થઈ ગયો અને બે અન્ય કોચમાં પણ આગથી નુકસાન થયું છે. આ દુર્ઘટના દિલ્હી હાવડા રેલવે માર્ગના સરાય ભૂપત રેલવે સ્ટેસન પર બની. મળતી માહિતી અનુસાર, તેમાં કોઈપણ જાનહાનિ થઈ નથી, પરંતુ રેલવે મુસાફરોનો સામાન બળીને રાખ થઈ ગયો છે.

તમામ મુસાફરો સુરક્ષિત ઉતારી લેવાયા છે. ટ્રેનમાં સવાર એક મુસાફરો જણાવ્યું કે, જ્યાં તે બેઠો હતો ત્યાં શોર્ટ સર્કિટ થઈ અને મોટો અવાજ આવ્યો. જેના કારણે ટ્રેનમાં આગ લાગી. અચાનક ધુમાડો વધવા લાગ્યો. અમે લોકો જેમ-તેમ કરીને ટ્રેનથી ભાગ્યા. કેટલાક લોકો બારીમાંથી કૂદી ગયા. ઘણો સમય લાગવા છતા કોઈ આગ બૂજાવવા ન આવ્યું. ટ્રેનમાં જો વ્યવસ્થા હોત તો તાત્કાલિક આગ બૂજાવી શકાત. ભાગ-દોડમાં કેટલાક મુસાફરોને ઈજા થઈ છે.

ઉત્તર મધ્ય રેલવે CPROએ જણાવ્યું કે, જ્યારે ટ્રેન નંબર 02570 દરભંગા ક્લોન સ્પેશિયલ ઉત્તરપ્રદેશના સરાય ભૂપત રેલવે સ્ટેશનથી પસાર થઈ રહી હતી, ત્યારે S-1 કોચમાં ધુમાડો જોઈને સ્ટેશન માસ્ટરે તાત્કાલિક ટ્રેન રોકી દીધી. તમામ મુસાફરોને ઉતારી લેવાયા.

કોઈપણ મુસાફરને ઈજા કે જાનહાનિ નથી

સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે, કોઈપણ મુસાફરને કઈ ઈજા કે જાનહાનિ નથી થઈ. ટ્રેન તાત્કાલિક જ રવાના થવાની છે. એવું પણ જણાવાયું કે કોઈ મુસાફરે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો, તેને આગ લાગવાનું કારણ બતાવાયું છે.


Google NewsGoogle News