VIDEO: માતેલા સાંઢની જેમ બેકાબૂ ટ્રેલરે મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર અનેક વાહનો સહિત એકને અડેફેટે લીધા
Accident In Maharashtra: મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. અહીં એક બેકાબૂ ટ્રેલર મોલમાં ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને અનેક લોકો ઈજાગ્રસ્ત હતા. આ ઉપરાંત ટ્રેલર સાથે અથડાતાં અનેક વાહનોને પણ નુકસાન થયું છે. હાલ આ દુર્ઘટના સીસીટીવી સામે આવ્યા છે.
અહેવાલો અનુસાર, આ દુર્ઘટના શનિવારે (સાતમી ડિસેમ્બર) સાંજે લગભગ 5.30 વાગ્યે બની હતી. અહીં મુસાફરો મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર બનેલા ફૂડ મોલમાં ભોજન લઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ તેજ ગતિએ આવી રહેલા આ ટ્રેલરે મોલની બહાર પાર્ક કરેલા ત્રણ વાહનોને એક મોટા કન્ટેનર સાથે ટક્કર મારી હતી અને સીધું જ ફૂડ મોલમાં ઘૂસી ગઈ હતી.
ટ્રેલરની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો
આ દુર્ઘટનામાં ફૂડ મોલમાં કામ કરતા 19 વર્ષીય ઈન્દ્રદેવ પાસવાનનું આ બેકાબૂ ટ્રેલરની ટક્કરથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ નાસભાગમાં નાના બાળકો સહિત 15 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતની માહિતી મળતા જ અકસ્માત બચાવ ટીમ અને હાઈવે પેટ્રોલિંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે બ્રેક ફેલ થવાને કારણે ટ્રેલર કાબૂ બહાર ગયું હતું. સૌથી પહેલા તેણે ફૂડ મોલની બહાર પાર્ક કરેલા ત્રણ વાહનોને ટક્કર મારી હતી.