પહેલી નવેમ્બરથી મોબાઇલમાં નહીં આવે OTP કે મેસેજ? ટ્રાઇના આકરા નિયમોથી ગ્રાહકો મૂંઝવણમાં
TRAI New Rule: આગામી એક નવેમ્બરથી ટેલિકોમ ઑથોરિટી ટ્રાઇ દ્વારા નવા નિયમો લાગુ થવાના છે. નવા નિયમોમાં હવે ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને કોમર્શિયલ SMS મોકલી શકશે નહીં. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણના નવા નિયમો અંગે ટેલિકોમ કંપનીઓ ઉપરાંત બૅન્કો, ઈ-કોમર્સ પ્લેટફૉર્મ અને અન્ય નાણાકીય સંસ્થાઓએ ચિંતા વ્યક્ત કરી છે.
ટ્રાઇના નવા નિયમો હેઠળ ટેલિકોમ કંપનીઓએ ટ્રેસ ન થઈ શકે તેવા નંબરો પરથી થતાં ટ્રાન્ઝેક્શન પર રોક લગાવી છે. અર્થાત હવે તમામ પ્રકારના નંબરના ટ્રાન્જેક્શન અને સર્વિસ એસએમએસ ટ્રેસ કરવા ફરિજ્યાત છે. આ નિયમ પહેલી નવેમ્બરથી લાગુ થવા જઈ રહ્યો છે. જેથી હવે ગ્રાહકોને કોઈપણ મેસેજ ફિલ્ટર થયા વિના મળશે નહીં.
OTP-આવશ્યક મેસેજની ડિલિવરી અટકશે?
ટેલિકોમ કંપનીઓએ આ નવા નિયમ અંગે જણાવ્યું હતું કે, અનેક ટોચની સંસ્થાઓ અને ટેલિમાર્કેટર્સ આ નિયમોનું પાલન કરવા તૈયાર નથી. જેનાથી ઓટીપી અને અન્ય આવશ્યક મેસેજની ડિલિવરીમાં અડચણો આવી શકે છે. સેલ્યુલર ઓપરેટર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાએ ટ્રાઇને આ નવો નિયમ લાગુ કરવાની તારીખ લંબાવવા અપીલ કરી છે. આ ઍસોસિયેશનમાં જિઓ, એરટેલ અને વોડા આઇડિયા જેવી ટેલિકોમ કંપનીઓ સામેલ છે.
આ પણ વાંચોઃ ધનતેરસે સોના-ચાંદીની ખરીદી શુભ, રોકાણકારોને છેલ્લા સાત વર્ષથી કમાણી જ કમાણી
ટ્રાઇએ આપ્યો નિર્દેશ
જે મેસેજ કે ફોન નંબર ટ્રેસ કરી શકાય તેવો ન હોય, તો તેને ટેલિકોમ કંપનીઓ ગ્રાહકો સુધી પહોંચાડવા મંજૂરી આપી શકશે નહીં. આ નિયમ લાગુ થતાં ટેલિમાર્કેટર્સ અને ખાનગી સંસ્થાઓએ આવશ્યક ટૅક્નોલૉજી સોલ્યુશન્સ લાગુ કરવા પડશે. જેનાથી તેઓ ઓટીપી જેવા મહત્ત્વના મેસેજ લોકો સુધી પહોંચાડી શકે.
1.7 અબજ કોમર્શિયલ મેસેજ
રિપોર્ટ અનુસાર, ભારતમાં રોજિંદા 1.5થી 1.7 અબજ કોમર્શિયલ મેસેજ મોકલવામાં આવે છે. આ નિયમો હેઠળ મેસેજની ડિલિવરીમાં સમય લાગશે. ટેલિકોમ કંપનીઓએ સલાહ આપી છે કે, પહેલી નવેમ્બરથી આ નિયમોને લોગર મોડમાં લાગુ કરવામાં આવશે. જો કોઈ ખોટો સંકેત મળે તો તેની નોંધ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઇન્ડસ્ટ્રીએ વચન આપ્યું છે કે, 1 ડિસેમ્બર સુધી એડ વોલ્યુમની ડિલિવરીને બ્લોકિંગ મોડમાં લાવશે.