Get The App

કંગનાના મતવિસ્તારમાં ભયંકર અકસ્માત, ખીણમાં ખાબકી કાર, 5 લોકોનાં દર્દનાક મૃત્યુ થયા

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
કંગનાના મતવિસ્તારમાં ભયંકર અકસ્માત, ખીણમાં ખાબકી કાર, 5 લોકોનાં દર્દનાક મૃત્યુ થયા 1 - image


Image Source: Twitter

Tragic Road Accident In Mandi: કંગના રણૌતના મતવિસ્તાર મંડી જિલ્લાના ચૌહારઘાટીના બર્ધનમાં એક મારુતિ કાર ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. જેના કારણે કારમાં સવાર પાંચ યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા છે. આ પાંચેય યુવકો દુલ્હનને મુકીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ ગમખ્વાર અકસ્માત શનિવારે મોડી રાત્રે થયો હતો. કારમાં સવાર તમામ યુવકો ધમચ્યાણ ગામના રહેવાસી છે. જેઓ બરોટમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. મોડી રાત્રે ઘરે પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. જેની સૂચના રવિવારે સવારે મળી હતી.

પોલીસે  સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ શરૂ કર્યું

એક પશુપાલકે કારને રસ્તાથી લગભગ 700 મીટર નીચે ખીણમાં પડેલી જોઈ. ત્યારબાદ તેમણે આ સૂચના આસપાસના ગ્રામજનોને આપી. તે પછી પંચાયતના પ્રતિનિધિઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની સૂચના ટિક્કન પોલીસ ચોકીને આપી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વિકૃત પડેલા મૃતદેહોને રસ્તા સુધી પહોંચાડવા માટે સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ શરૂ કર્યું છે. 

આ પણ વાંચો: અમદાવાદના નારોલમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 2નાં મોત, 7ને હોસ્પિટલ ખસેડાયાં

ભયંકર અકસ્માતથી વિસ્તારમાં શોકની લહેર

મૃતકોની ઓળખ રાજેશ, ગંગૂ, કર્ણ, સાગર અને અજય તરીકે થઈ છે. જેમાં એક 16 વર્ષની આસપાસનો કિશોર અને અન્ય ચારની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે હોવાની માહિતી મળી રહી છે. આ દુ:ખદ અકસ્માતને કારણે સમગ્ર ચૌહારઘાટી શોકનું મોજુ ફરી વળ્યું છે.

અકસ્માત પાછળના કારણોની તપાસ કરવામાં આવશે

જો કે, પોલીસ તમામ મૃતદેહોનો કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ જોગેન્દ્રનગર લાવશે. જ્યાં પંચનામા બાદ મૃતદેહો સ્વજનોને સોંપવામાં આવશે. એસપી મંડીએ જણાવ્યું કે, પોલીસે કેસ નોંધી લીધો છે અને મૃતદેહોને બહાર કાઢવા માટે ગ્રામજનોની મદદથી રેસ્ક્યુ શરૂ કર્યું છે. અકસ્માત પાછળના કારણોની તપાસ કરવામાં આવશે.


Google NewsGoogle News