મૂશળધાર વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતાં રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના, 4 લોકોના દટાઈ જતાં મૃત્યુ

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
મૂશળધાર વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતાં રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના, 4 લોકોના દટાઈ જતાં મૃત્યુ 1 - image


Kedarnath Dham Yatra: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે 4 લોકો કાટમાળમાં દટાઈ ગયાની ચકચાર મચાવતી ઘટના બની હતી. મૂશળધાર વરસાદને પગલે પર્વતો પરથી ભારે ભૂસ્ખલન થતાં આ ઘટના બની હતી. ચાર લોકો તેની લપેટમાં આવી ગયા હતા. 

રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે 

રેસ્ક્યૂ ટીમના અધિકારીઓના અહેવાલ અનુસાર મોડી રાતે લગભગ 1:30 વાગ્યાના સુમારે હેલીપેડ સામે જ ખાટ ગડેરે નજીક કાટમાળ ધસ્યો હોવાની જાણકારી મળી હતી. જેમાં ચાર લોકો દટાઈ ગયા હતા. અમારી ટીમ હાલમાં રેસ્ક્યૂ અભિયાન ચલાવીને તેમને શોધવાનો પ્રયાસ કરી રહી છે. અમુક મીડિયા અહેવાલોમાં આ ચારેય લોકો મૃત્યુ પામી ગયાનો દાવો પણ કરાયો છે. 

મૂશળધાર વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતાં રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના, 4 લોકોના દટાઈ જતાં મૃત્યુ 2 - image



Google NewsGoogle News