Get The App

શું ચંપલ પહેરીને બાઈક ચલાવીએ તો દંડ થાય? જાણો Motor Vehicle Act શું કહે છે

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
શું ચંપલ પહેરીને બાઈક ચલાવીએ તો દંડ થાય? જાણો  Motor Vehicle Act શું કહે છે 1 - image


Motor Vehicle Act : વિશ્વમાં ભારત એક માત્ર સૌથી મોટા ટુ-વ્હીલર માર્કેટનું હબ કહેવાય છે. અહીં મોટાભાગના લોકો નાની મુસાફરી માટે બાઇકનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણા લોકો ક્યારેક એટલી નાની ભૂલ કરી બેસે છે કે, જેના કારણે તેમનું ચલણ કપાઈ જાય છે અને તેઓ જાણતા નથી કે તેમનું ચલણ કેમ કાપવામાં આવ્યું છે. જેમા ઘણા લોકો માત્ર ચપ્પલ પહેરીને બાઇક પર નીકળે છે. આજે અહીં તમને જણાવી રહ્યા છીએ કે, શું ચપ્પલ પહેરીને બાઇક ચલાવવામાં આવે તો ચલણ જારી કરી શકાય છે કે નહીં. આ અંગે ટ્રાફિકના નિયમો શું છે? અમને તેના વિશે જાણીએ.

શું છે નિયમ 

  • શું Motor Vehicle Actમાં ચપ્પલ પહેરીને વાહન ચલાવવા આવે તો તેના પર ચલણ જારી કરવાની કોઈ જોગવાઈ છે? તમારે આ પ્રશ્નનો જવાબ પણ જાણવો જોઈએ જેથી પોલીસ તમને ચપ્પલ પહેરીને ડ્રાઇવિંગ કરતી વખતે ચેકિંગ દરમિયાન રોકે તો તમને તેની જાણ હોય.
  • નિતિન ગડકરીના ઓફિશિયલ  X એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટ મુજબ મોટર વ્હીકલ એક્ટમાં ચપ્પલ પહેરીને બાઇક ચલાવવા માટે કોઈ ચલણ જારી કરવાની કોઈ જોગવાઈ નથી.
  • આ સાથે જો તમે લુંગી- બનિયાન પહેરીને બાઈક ચલાવો છો અથવા વેસ્ટ અથવા હાફ શર્ટ પહેરીને બાઇક ચલાવો છો, તો પણ ટ્રાફિક પોલીસ તમને ચલણ આપી શકશે નહીં. આ સિવાય જો કારના કાચ ગંદા હોય અને કારમાં વધારાનો બલ્બ ન હોય તો પણ પોલીસ તમને કોઈ ચલણ ન આપી શકે. જો આવુ કરે તો તમે આ અંગે ફરિયાદ કરી શકો છો.

ચપ્પલ પહેરીને બાઇક ચલાવવામાં જોખમ

  • જો તમે ચપ્પલ પહેરીને બાઇક ચલાવો છો, તો તમારું ટ્રાફિક ચલણ કાપવામાં નહીં આવે, પરંતુ તે તમારા માટે નુકસાનકારક બની શકે છે.
  • ચપ્પલ પહેરીને બાઇક ચલાવતી વખતે જો તમારો અકસ્માત થાય છે, તો તમને ગંભીર ઇજાઓ થઈ શકે છે.
  • ચંપલ પહેરીને બાઇક ચલાવતી વખતે ગિયર બદલવામાં મુશકેલી થઈ શકે છે. 

આવા કિસ્સામાં ચલણ બનાવવામાં આવે છે

  • બાઇક પર ફેન્સી નંબર પ્લેટ લગાવવી.
  • એક બાઇક પર બે કરતાં વધુ સવારી હોય તો દંડ થઈ શકે
  • બાઇક ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવું.
  • બાઇક પર ઓવર સ્પીડ.
  • રેડ લાઈટ જમ્પિંગ 
  • વાહનનું કોઈ નોંધણી પ્રમાણપત્ર (RC) ન હોવી.
  • જો બાઇકનું PUC પ્રમાણપત્ર ન હોવું.

Google NewsGoogle News