Get The App

તમારી કાર-બાઈક પર કેટલા છે મેમો? એક મિનિટમાં ઘરબેઠા જ કરો ચેક

હવે મોટાભાગના શહરોમાં પોલીસ ચલણ નહીં કાપે, પરંતુ રસ્તાઓ પર અને રેડ લાઈટ્સ પર લગાવવામાં આવેલા કેમેરા કામ કરશે

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
તમારી કાર-બાઈક પર કેટલા છે મેમો? એક મિનિટમાં ઘરબેઠા જ કરો ચેક 1 - image
Image Freepic

તા. 25 ઓક્ટોબર 2023, બુધવાર 

Traffic Challan: ટ્રાફ્રિક નિયમોનું ઉલ્લંઘન કરશો તો ચલણ ફાટશે, હવે રસ્તા પર લગાવવામાં આવેલા કેમેરા દ્વારા ચલણ બનાવવામાં આવશે. રસ્તા પર ગાડી ચલાવવા માટેના કેટલાક નિયમો હોય છે, જ્યારે લોકો પોતાની કાર કે બાઈક લઈને નિકળે છે અને નિયમ તોડે છે તો ચલણ ફાડવામાં આવે છે. જેને તમે અહી આપવામાં આવેલ રીત મુજબ ચેક કરી શકો છો. 

નિયમ તોડશો તો પોલીસ નહીં પરંતુ કેમેરા તમારુ ચલણ બનાવશે 

હવે મોટાભાગના શહરોમાં પોલીસ ચલણ નહીં કાપે, પરંતુ રસ્તાઓ પર અને રેડ લાઈટ્સ પર લગાવવામાં આવેલા કેમેરા કામ કરશે

આવામાં કેટલાક લોકોને તરત મેસેજ આવી જાય છે તો કેટલાક લોકોને ખબર પણ નથી હોતી અને ચલણ ફાટી ગયું હોય છે.

આ રીતે ચેક કરી શકો છો ચલણ

તમે માત્ર એક જ મિનિટમાં જોઈ શકો છો કે તમારા બાઈક અથવા કારમાં કોઈ ચલણ છે કે કેમ તે ચેક કરી શકો છો. તેના માટે તમારે echallan.parivahan.gov.in પર જવુ પડશે. આ વેબસાઈટ પર જઈ તેમા Gate challan ના ઓપ્શન પર જઈ ક્લિક કરશો એટલે એક મેનુ ઓપન થશે, જેમા કેટલીક માહિતી નાખવાની રહેશે. જેમ કે વાહન નંબર, લાયસન્સ નંબર વગેરે માહિતી સબમિટ કરવાની રહેશે. ત્યાર બાદ તમને ચલણનું  સ્ટેટ્સ જોવા મળશે. 



Google NewsGoogle News