Get The App

શું એશિયાનું સૌથી મોટું કાપડ માર્કેટ બંધ થઈ જશે? વેપારીઓએ આપી ચીમકી

દેખાવોમાં ગાંધીનગર વૉર્ડના કાઉન્સિલર પ્રિયા કમ્બોઝની સાથે લગભગ 100-150 દુકાનદારોએ ભાગ લીધો

MCD નિયમોનું ઉલ્લંઘન કરનારા દુકાનદારો પાસેથી બેફામ રીતે એક હજાર રૂપિયાનો યૂઝર ચાર્જ વસૂલી રહી છે

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
શું એશિયાનું સૌથી મોટું કાપડ માર્કેટ બંધ થઈ જશે? વેપારીઓએ આપી ચીમકી 1 - image


Delhi Protest in Asia's biggest Cloth market | પૂર્વ દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં વેપારીઓએ રવિવારે ઉગ્ર દેખાવો કર્યા હતા. તેમણે નક્કી માપદંડોથી વિપરિત કચરો ઉપાડવા માટે MCD યૂઝર ચાર્જ વસૂલવા સામે કાપડ બજાર બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. તેના પર જ્યારે મ્યુનિસિપાલિટીનો સંપર્ક સાધવામાં આવ્યો તો ત્યાંથી કોઈ ત્વરિત પ્રતિક્રિયા મળી નથી. 

દેખાવો પણ કરાયા 

આ દેખાવોમાં ગાંધીનગર વૉર્ડના કાઉન્સિલર પ્રિયા કમ્બોઝની સાથે લગભગ 100-150 દુકાનદારોએ ભાગ લીધો હતો. તેમણે આરોપ મૂક્યો કે MCD નિયમોનું ઉલ્લંઘન કરનારા દુકાનદારો પાસેથી બેફામ રીતે એક હજાર રૂપિયાનો યૂઝર ચાર્જ વસૂલી રહી છે. 

મનમુજબની ચાર્જ વસૂલી 

દેખાવકારોએ આરોપ મૂક્યો કે એમસીડી નિયમોનું પાલન કર્યા વિના ગાંધીનગર માર્કેટમાં દુકાનદારોથી મનમુજબનો વધારાનો 1000 ચાર્જ વસૂલી રહી છે. ભાજપના કાઉન્સિલરે કહ્યું કે પૈસાની વસૂલીમાં ગેરવહીવટ થઈ રહ્યો છે કેમ કે દુકાનદારો પાસેથી તેમની દુકાનના આકારની ચિંતા કર્યા વિના ચાર્જ વસૂલાઈ રહ્યો છે. મ્યુનિસિપાલિટી દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2015 હેઠળ વાણિજ્યક સંપત્તિઓની જમીનના આકાર કે તેની બેસવાની ક્ષમતાના આધારે 500થી 5000 ચાર્જ વસૂલાય છે. ભાજપના કાઉન્સિલરે દાવો કર્યો છે કે યૂઝર ચાર્જ ચૂકવવાનો ઈનકાર કરે તો તેમના પર એમસીડીના અધિકારીઓ મોટો દંડ ફટકારી રહ્યા છે. 


Google NewsGoogle News