Get The App

'બસ મોતનું બહાનું જ ચાલશે...' કર્મચારીના અકસ્માત અંગે બોસનું રિએક્શન, સો.મીડિયા પર લોકો ભડક્યાં

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
Toxic Boss on Car Accident


Toxic Boss Insensitive Response Employee's Car Accident: કોર્પોરેટ સંસ્થાઓમાં વર્ક કલ્ચર વિશે વારંવાર ચર્ચા થતી રહે છે. કેટલીક વખત તો કર્મચારીઓ પર કામનું એટલું દબાણ નાખવામાં આવે છે કે માનવતા પણ શરમાઈ જાય. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક કર્મચારીએ જયારે તેના બોસને અકસ્માત બાદ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કારની તસવીર મોકલી તો બોસે ન તો કર્મચારીને તેની હાલત વિશે પૂછ્યું કે પછી કોઈ પ્રકારના આશ્વાસન આપવાના બદલી તે ક્યારે ઓફિસ આવશે તે અપડેટ કરતા રહેવા કહ્યું. 

અકસ્માતનો ફોટો મેનેજરને મોકલ્યો 

એક KIRA નામના યુઝરે આ સમગ્ર ઘટના X પર શેર કરતા લખ્યું છે કે, 'જો તમારા મેનેજરે આવો જવાબ આપ્યો તો તમે શું કરશો?' આ સાથે તેણે કારની હાલતનો ફોટો અને મેનેજર સાથેની વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. 

જેના પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ આ માટે મેનેજરની ટીકા કરી હતી અને કેટલાક લોકોએ સલાહ પણ આપી હતી કે હવે તે ઓફિસમાં જવાની જરૂર નથી. તેમજ મેનેજરની એક વાતની લોકો ખૂબ જ ટીકા કરી રહ્યા છે. કર્મચારીએ બંનેની વાતચીતનો એક સ્ક્રીનશોટ શેર કાર્ય હતા જેમાં મેનેજરે લખ્યું હતું કે, 'એ સમજાય છે કે તમે ઓફીસ કેમ મોડા પહોંચશો, પરંતુ પરિવારમાં કોઈના મૃત્યુ સિવાય એવું કંઈ ન હોઈ શકે જે તમને ઓફિસ આવતા અટકાવે.'

આ પણ વાંચો: મહારાષ્ટ્રની એ 'હોટ સીટ' જ્યાંથી ચૂંટણી મેદાને ત્રણેય સેનાએ ઉતાર્યા ઉમેદવાર, કોનું પલડું ભારે?

સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકોએ આપી પ્રતિક્રિયા 

આ પોસ્ટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થયા હતા. એક યુઝરે લખ્યું, 'હું આવા બોસ સાથે કામ કરવાને બદલે નવી જોબ શોધીશ.' તો બીજી તરફ, એક સારો અનુભવ શેર કરતા એકે લખ્યું, 'મારા બોસે મને ઓફિસ સમય દરમિયાન ઘરે જવાની મંજૂરી આપી જેથી હું બિલાડીને દત્તક લઈ શકું.' તાજેતરમાં મહારાષ્ટ્રના પુણેમાં એક CA ટોપરની આત્મહત્યાએ આપણને ચોંકાવી દીધા હતા. જેમાં તેણે મલ્ટીનેશનલ કંપનીમાં કામના દબાણના કારણે આત્મહત્યા કરી હતી. 

'બસ મોતનું બહાનું જ ચાલશે...' કર્મચારીના અકસ્માત અંગે બોસનું રિએક્શન, સો.મીડિયા પર લોકો ભડક્યાં 2 - image


Google NewsGoogle News