Get The App

Video: મહારાષ્ટ્રના રાયગઢનો આ નજારો જોઇને ધ્રૂજી ઉઠશો, 100 થી વધુ પર્યટકો ફસાયા

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
Raigarh Fort video


Heavy Rain Raigarh fort : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં રવિવારે બપોરે 3:30 વાગ્યાથી ચાર વાગ્યા સુધી મૂશળાધાર વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના લીધે સામાન્ય લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવી પડી રહ્યો છે. તો બીજી તરફ વરસાદ દરમિયાન છત્રપત્રિ શિવાજી મહારાજના રાયગઢ સ્થિત કિલ્લામાં પણ કેટલાક પર્યટકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદ દરમિયાન આ પર્યટકો કિલ્લાની સીઢીઓ પર ફસાઇ ગયા હતા. આ દરમિયાન મૂશળાધાર વરસાદના લીધે રાયગઢ કિલ્લાની સીઢીઓ પરથી નદીના વહેણની માફક ભારે પાણી વહેતું જોવા મળ્યું હતું. તો બીજી તરફ વહેતા પાણીમાં પર્યટકો પોતાને સંભાળતા જોવા મળ્યા હતા. 

પર્યટકો ફસાયા હોવાનો વિડીયો સામે આવ્યો

જોકે  મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા આ કિલ્લાની લાખો પર્યટકો મુલાકાત લે છે. જોકે રવિવારે સાંજે અહીં થયેલા ભારે વરસાદના લીધે પર્યટકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. રવિવારે ઘણા પર્યટકો અહીં ફરવા માટે આવ્યા હતા તે દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો અને પર્યટકો ફસાયા હતા. જેનો વિડીયો સામે આવ્યો છે. વીડિયોમાં કિલાની સીડીઓ પરથી ભારે પાણી વહેતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન ઘણા પ્રવાસીઓ સીડીઓ પર ફસાઇ ગયા હતા. જેમ તેમ દિવાલનો સહારો લઇને પોતાને સંભાળતા જોવા મળે છે. 

1450 સીડીઓ ચઢીને કિલ્લા પર પહોંચે છે લોકો

તમને જણાવી દઇએ કે મુંબઇથી દક્ષિણમાં સ્થિત રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજનો કિલ્લો સમુદ્ર તટથી 1350 મીટરની ઉંચાઇએ આવેલો છે. કિલ્લાની ઉપર સુધી પહોંચવા માટે 1450 સીડીઓ ચઢવી પડે છે. શિવાજી મહારાજ સાથે જોડાયેલો હોવાના કારણે આ ઐતિહાસિક કિલ્લામાં પ્રવાસીઓની ભીડ જામે છે. રાયગઢ કિલ્લામાં છત્રપતિ શિવાજીનો રાજ્યભિષેક થયો હતો. તેમણે રાયગઢને જ મરાઠા સામ્રાજ્યની રાજધાની બનાવી હતી.  1680 માં આ કિલ્લામાં તેમનું નિધન થયું હતું. 

વરસાદના લીધે જન જીવન અસ્ત-વ્યસ્ત

તમને જનાવી દઇએ કે રવિવારથી જ રાયગઢ સહિત મહારાષ્ટ્રના વિભિન્ન વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. તો બીજી તરફ માયાનગરી તરીકે ઓળખાતા મુંબઇમાં વરસાદના લીધે ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગનું માનીએ તો વરસાદથી છુટકારો મળશે નહી, આજે પણ વરસાદ અને હાઇ ટાઇડની ચેતાવણી જાહેર કરવામાં આવી છે. 


Google NewsGoogle News