દુનિયાના સૌથી ઊંચા શિખર પર 'મારા-મારી', સેલ્ફીના ચક્કરમાં ટુરિસ્ટ પરસ્પર બાખડી પડ્યાં
Image Source: Twitter
Mount Everest Tourists: ઘણી વખત લોકો નાની નાની બાબતો પર મારા-મારી કરવા પર ઉતરી જાય છે જે સમજની બહાર છે. ગુસ્સામાં લોકો ન તો સ્થળ જુએ ન તો કે માહોલ જુએ છે. બસ એકબીજા પર હાવી થઈ જાય છે. હાલમાં જ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પહોંચેલા ટુરિસ્ટોમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. ત્યાં સેલ્ફીના ચક્કરમાં ટુરિસ્ટ પરસ્પર બાખડી પડ્યાં હતા.
સેલ્ફીના ચક્કરમાં ટુરિસ્ટ પરસ્પર બાખડી પડ્યાં
29,030 ફૂટ એટલે કે 8848 મીટરની ઊંચાઈ પર લડાઈ અને તે પણ સેલ્ફી લેવા માટે વ્યુઈંગ પોઈન્ટ માટે? આ અવિશ્વસનીય અને રમુજી લાગે છે પરંતુ આ સત્ય છે. હાલમાં જ જ્યારે ચીનના ટૂરિસ્ટના બે અલગ-અલગ ગ્રુપ ચીનના તિબેટ ઓટોનોમસ રીજનમાં સ્થિત 8848 વ્યુઇંગ પ્લેટફોર્મ પર પહોંચ્યા ત્યારે તેમણે યાત્રાને યાદગાર બનાવવા માટે સેલ્ફી લેવાનું નક્કી કર્યું. જ્યારે તેમના ટૂર ગાઈડે તેમને એવરેસ્ટ એલિવેશન મોન્યુમેન્ચની બાજુમાં એક સાથે એક ફોટો લેવા માટે કહ્યું ત્યારે બંને ગ્રુપ સેલ્ફી માટે સૌથી બેસ્ટ જગ્યા બતાવવા લાગ્યા.
આ જ ફોટો પોઝને લઈને પહેલા તો બે લોકો વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ તેઓ મારા-મારી પર ઉતરી ગયા અને એક બીજાને લાત અને મુક્કા મારવા લાગ્યા. આ મારા-મારી માઉન્ટ એવરેસ્ટ પર થઈ. આ મામલો 25 જૂનનો છે. આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલા બંનેને રોકતી નજર આવી રહી છે પરંતુ મામલો વધતો જ જઈ રહ્યો છે.
મારા-મારીમાં સામેલ ચાર લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા
અંતે એવરેસ્ટ બોર્ડર પોલીસ કેમ્પના અધિકારીઓએ આ મામલે હસ્તક્ષેપ કર્યો અને બંનેને અલગ કર્યા. આગળની તપાસ માટે આ મારા-મારીમાં સામેલ ચાર લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અધિકારીઓએ યોગ્ય સમયે કાર્યવાહી અંગે અપડેટ કરવાનું વચન આપ્યું છે.
એપ્રિલમાં ચીને કથિત રીતે માઉન્ટ એવરેસ્ટના તિબેટીયન હિસ્સાને પર્વતારોહકો માટે ફરીથી ખોલી દીધો છે. તેને કોરોના બાદ પ્રથમ વખત ખોલવામાં આવ્યો છે. કમનસીબે વિશ્વનો સૌથી ઊંચો શિખર જે 29,032 ફીટ પર છે ત્યાં ભીડની સમસ્યા વધી રહી છે. આ સમસ્યા ગત મહિને ફરીથી ચર્ચામાં આવી હતી જ્યારે બે એવરેસ્ટ માઉન્ટેનીયર્સ ગુમ થઈ ગયા અને રિજ ધરાશાયી થવાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયુ હોવાનું માની લેવામાં આવ્યું હતું.