Get The App

અઢી મહિનામાં જ અયોધ્યા બન્યું ટોપ ડેસ્ટીનેશન, જાણો પ્રવાસીઓની બીજી ફેવરીટ જગ્યા વિષે

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
અઢી મહિનામાં જ અયોધ્યા બન્યું ટોપ ડેસ્ટીનેશન, જાણો પ્રવાસીઓની બીજી ફેવરીટ જગ્યા વિષે 1 - image


Favorite Tourist Destination: 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારથી દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. આમ તો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને અઢી મહિના જેટલો સમય થઈ ગયો છે. તેમ છતાં દરરોજ અઢી લાખ ભક્તો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. તેમજ ઉનાળાના વેકેશનમાં આ સંખ્યામાં વધારો જોવા મળશે. તેમજ એરલાઈન્સ ટ્રાવેલ એજન્ટ્સનું પણ કહેવું છે કે અયોધ્યા પ્રવાસીઓનું પ્રથમ પ્રિય સ્થળ બની ગયું છે. 

ઉનાળામાં અયોધ્યાના પ્રવાસીઓની સંખ્યા વધવાની સંભાવના 

વર્તમાન સમયમાં દરરોજ 1.5 લાખથી વધુ ભક્તો રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. જેથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે દેશમાં ઉનાળુ વેકેશનનો સૌથી વધુ ક્રેઝ અયોધ્યા માટે છે. જેને ધ્યાનમાં લેતા અયોધ્યા એરપોર્ટ પર ટેક ઓફ અને લેન્ડિંગનો સમય બે કલાક વધારવામાં આવ્યો છે. સામાન્ય રીતે અયોધ્યા એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન દિવસ દરમિયાન જ થાય છે, પરંતુ વધતા હવાઈ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને તેને દરરોજ સાંજે 5 વાગ્યાથી વધારીને 7 વાગ્યા સુધી કરવામાં આવી છે.

લક્ષદ્વીપ માટે પણ લોકોમાં ઉત્સાહ 

માલદીવ્સ બાયકોટ બાદ લોકો લક્ષદ્વીપ માટે પણ ઉત્સાહ બતાવી રહ્યા છે. તેના માટે પણ ખાસ ફ્લાઈટ શરુ કરવામાં આવી છે. આ ફ્લાઈટમાં પણ સારો એવો ટ્રાફિક જોવા મળે છે.

અઢી મહિનામાં જ અયોધ્યા બન્યું ટોપ ડેસ્ટીનેશન, જાણો પ્રવાસીઓની બીજી ફેવરીટ જગ્યા વિષે 2 - image


Google NewsGoogle News