Get The App

ભારતમાં ધાર્મિક પ્રવાસનનો નવો યુગ : શ્રદ્ધાળુઓ 2024માં યુપીમાં રૂ. ચાર લાખ કરોડ રૂપિયા ખર્ચશે

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
ભારતમાં ધાર્મિક પ્રવાસનનો નવો યુગ : શ્રદ્ધાળુઓ 2024માં યુપીમાં રૂ. ચાર  લાખ કરોડ રૂપિયા ખર્ચશે 1 - image

Tourism in Uttar Pradesh : ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના બજેટમાં 2025 કુંભ મેળા માટે રૂપિયા 2500 કરોડની જંગી રકમની ફાળવણી કરી છે. આ સાથે જ ધામક કોરિડોર માટે રૂ. 1750 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 

ભારતમાં 60% ટુરિઝમ ધાર્મિક હોય છે

ટ્રાવેલ ઈન્કવાયરીમાં પણ ધામક ટુરિઝમનો જોર જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં 60 ટકા પ્રવાસન ધાર્મિક પ્રવાસનની કેટેગરીમાં આવે છે. ધાર્મિક સ્થળોની આસપાસના વિસ્તારોમાં વર્ષ 2021માં રૂપિયા 64,070 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતાં જે 2022માં વધીને રૂપિયા 1.34 લાખ કરોડ થયા હતાં. એક જાણીતી માર્કેટ એનાલિસ્ટ કંપનીના જણાવ્યા અનુસાર, 2023 થી 2033 સુધીમાં ધામક ટુરિઝમ વાર્ષિક 16.2 ટકાના દરે વધશે. બજેટમાં પણ નાણા મંત્રી નિર્મલા સીતારમને સ્વદેશ દર્શન સ્કીમને રૂપિયા 1,750 કરોડની ફાળવણી કરી છે. આ સ્કીમ હેઠળ દેશના જાણીતા મંદિરોમાં દર્શનાર્થીઓ માટે વધુ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. 

ઝોનવાઈઝ દેશના મુખ્ય તીર્થસ્થાનો

  • ઉત્તર - અમૃતસર
  • દક્ષિણ - તિરુપતિ 
  • પૂર્વ - વારાણસી
  • પશ્ચિમ -  શિરડી 

વિંધ્યાસિની માતા મંદિર, મિર્ઝાપુર

દેવી દુર્ગાના અવતારને સમપત મા વિંધ્યવાસિનીનું મંદિર મિર્ઝાપુર જિલ્લામાં આવેલું છે. આ મંદિરમાં દુર્ગા માતાના અવતાર દેવી વિંધ્યવાસિનીની પૂજા કરવામાં આવે છે, અને તે દેશના શક્તિપીઠોમાંથી એક હોવાનું માનવામાં આવે છે. વિંધ્યાચલ શહેરમાં દેવી દુર્ગાનો વાસ હોવાનું માનવામાં આવે છે. આ સ્થાનની નજીક, અન્ય દેવતાઓને સમપત ઘણા મંદિરો જોવા મળે છે. તેમાંના કેટલાક અષ્ટભુજી દેવી મંદિર અને કાલી ખોહ મંદિર છે. એવું કહેવાય છે કે દેવીએ મહિષાસુર રાક્ષસને માર્યા પછી રહેવા માટે વિંધ્યાચલ પસંદ કર્યું હતું.

ભારતમાં ધાર્મિક પ્રવાસનનો નવો યુગ : શ્રદ્ધાળુઓ 2024માં યુપીમાં રૂ. ચાર  લાખ કરોડ રૂપિયા ખર્ચશે 2 - image

તુલસી માનસ મંદિર, વારાણસી

ગોસ્વામી તુલસીદાસની સ્મૃતિમાં બનાવવામાં આવેલું તુલસી માનસ મંદિર ભગવાન રામને સમપત છે. તુલસીદાસના રામચરિતમાનસના શ્લોકને મારબલના મંદિરની દિવાલો પર અંકિત કરવામાં આવ્યા છે. રામાયણની વાર્તાઓ પણ મંદિરમાં વિવિધ કલાકૃતિઓ, શિલ્પો અને ચિત્રોના રૂપમાં દર્શાવવામાં આવી છે. મંદિરમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની છબીઓની સાથે સુંદર તુલસી બગીચો પણ છે.આ સિવાય ઉત્તર પ્રદેશમાં ગોરખપુર સ્થિત ગોરખનાથ મંદિર, મથુરા સ્થિત પ્રેમ મંદિર, પ્રયાગરાજમાં આવેલું અલોપી દેવી મંદિર, મથુરામાં આવેલું કાત્યાયાની પીઠ મંદિર, કાશીનું કાલભૈરવ મંદિર, સંકટમોચન મંદિર, રાધારાની મંદિર સહિત અનેક મંદિરો અલગ અલગ ધામક માન્યતાઓને કારણે શ્રદ્ધાના કેન્દ્ર છે.  

ભારતમાં ધાર્મિક પ્રવાસનનો નવો યુગ : શ્રદ્ધાળુઓ 2024માં યુપીમાં રૂ. ચાર  લાખ કરોડ રૂપિયા ખર્ચશે 3 - image

કાશી વિશ્વનાથ, વારાણસી 

વારાણસીના પવિત્ર શહેરમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર ઉત્તર પ્રદેશમાં મુલાકાત લેવા માટેના ટોચના ધામક સ્થળોમાંનું એક છે. આ મંદિર દેશભરમાં ફેલાયેલા 12 જ્યોતિલગોમાંનું એક છે. ભગવાન શિવને અહીં બ્રહ્માંડના શાસક વિશ્વનાથના રૂપમાં પૂજાય છે. મંદિરનો ઉલ્લેખ વેદ અને પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. 18મી સદીમાં ઈન્દોરની મહારાણી અહિલ્યા બાઈ હોલકરે બંધાવેલું, કાશી વિશ્વનાથ મંદિર તેના સોનાના દેખાવને કારણે 'ગોલ્ડન ટેમ્પલ' તરીકે પણ ઓળખાય છે. મંદિર ગંગા નદીના કિનારે હોવાથી શ્રદ્ધાળુઓ દર્શન સાથે પવિત્ર નદીમાં શ્રદ્ધાની ડૂબકી અવશ્ય લગાવે છે. મંદિરનું સ્થાપત્ય નાગર શૈલીનું છે. કાશી વિશ્વનાથ મંદિરને દાયકાઓથી દુશ્મન શાસકો દ્વારા તોડી પાડવામાં આવતું હતું. હુમલાઓ બાદ મંદિરનું અતિભવ્ય શૈલીમાં પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. 

ભારતમાં ધાર્મિક પ્રવાસનનો નવો યુગ : શ્રદ્ધાળુઓ 2024માં યુપીમાં રૂ. ચાર  લાખ કરોડ રૂપિયા ખર્ચશે 4 - image

હનુમાન ગઢી, અયોધ્યા

લંકા પર વિજય બાદ હનુમાનજી અહીં ગુફામાં રહેતા હતાં અને રામ જન્મભૂમિ અને રામકોટની રક્ષા કરતા હતા. આ જ કારણે આ મંદિરનું નામ હનુમાનગઢ અને હનુમાન કોટ પડયું હતું. આ મંદિરને હનુમાનજીનું ઘર પણ કહેવામાં આવ્યું છે. ભગવાન શ્રીરામના દર્શન પહેલા હનુમાનજીના દર્શનની પ્રથા છે. અયોધ્યાના મહંત બાબા અભયરામે નવાબ સુરાજઉદ્દોલાના પુત્રનો જીવ બચાવ્યો હતો. જ્યારે, ખુશ થઈને નવાબે પૂછ્યું કે, બાબા તમને શું જોઈએ છે? ત્યારે, તેમણે કહ્યું કે, તમારો પુત્ર હનુમાનજીની કૃપાથી ઠીક થયો છે. તમે હનુમાન ગઢી બનાવી દેવું જોઈએ. ત્યારે, નવાબે મંદિર નિર્માણ માટે 52 વીઘા જમીન આપી હતી. 

ભારતમાં ધાર્મિક પ્રવાસનનો નવો યુગ : શ્રદ્ધાળુઓ 2024માં યુપીમાં રૂ. ચાર  લાખ કરોડ રૂપિયા ખર્ચશે 5 - image

કૃષ્ણ જન્મભૂમિ મંદિર, મથુરા

કૃષ્ણ જન્મભૂમિ મંદિર એ ઉત્તર પ્રદેશ રાજ્યનું બીજુ એક મહત્ત્વપૂર્ણ અને લોકપ્રિય મંદિર છે, કારણ કે આજ સ્થાને ભગવાન કૃષ્ણ પૃથ્વી પર પ્રગટ થયા હતાં.ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર હોવાથી મંદિર વૈષ્ણવોમાં ખૂબ જ લોકપ્રિય છે. મંદિરની મુલાકાત લેવાનો શ્રે સમય એ કૃષ્ણ જન્માષ્ટમીનો પ્રસંગ છે, જ્યારે ભગવાનની ઝલક મેળવવા માટે દૂર-દૂરથી આવનારી સૌથી વધુ ભીડ જોવા મળે છે.

ભારતમાં ધાર્મિક પ્રવાસનનો નવો યુગ : શ્રદ્ધાળુઓ 2024માં યુપીમાં રૂ. ચાર  લાખ કરોડ રૂપિયા ખર્ચશે 6 - image

બાંકે બિહારી મંદિર, વૃંદાવન

ભગવાન કૃષ્ણને સમપત, વૃંદાવન ખાતેનું બાંકે બિહારી મંદિર ઉત્તર પ્રદેશના લોકપ્રિય મંદિરોમાંનું એક છે. રાજસ્થાની સ્થાપત્ય શૈલી દર્શાવતું, મંદિર ઈસ. 1860માં બનાવવામાં આવ્યું હતું. અહીં, 'બાંકે નો અર્થ થાય છે ત્રણ જગ્યાએથી વાંકું, અને બિહારીનો અર્થ થાય છે આનંદ લેનાર, જે મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂતનો ઉલ્લેખ કરે છે, જે ત્રિભંગા મુદ્રામાં ઊભી છે. વૃંદાવન ખાતેનું આ સુંદર મંદિર સ્વામી હરિદાસ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેઓ ભગવાન કૃષ્ણ અને રાધાના પ્રખર ભક્ત હતા.લોકવાયકા પ્રમાણે, પ્રાર્થના સત્ર દરમિયાન, દૈવી દંપતી સ્વામી હરિદાસને દેખાયા હતા. ભગવાન કૃષ્ણ અને રાધાને જોઈને આશ્ચર્યચકિત થયેલા સ્વામી હરિદાસે ભગવાનને તેમના બંને સ્વરૂપોને ભેગા કરવાની વિનંતી કરી હતી. જેના કારણે તેઓ આજે મંદિરમાં પૂજાતી પથ્થરની મૂતમાં ભળી ગયા હતાં. 

ભારતમાં ધાર્મિક પ્રવાસનનો નવો યુગ : શ્રદ્ધાળુઓ 2024માં યુપીમાં રૂ. ચાર  લાખ કરોડ રૂપિયા ખર્ચશે 7 - image

રામ મંદિર, અયોધ્યા

એક રિપોર્ટ મુજબ, રામ મંદિરને રૂપિયા 3,500 કરોડથી વધારેનું દાન મળી ચૂક્યું છે. ભક્તોએ એટલો પ્રેમ વરસાવ્યો છે કે, તેના અનાજના ગોડાઉન પણ છલકાઈ રહ્યાં છે. રામલલાની પ્રાણ પ્રતિા બાદ 11 દિવસમાં જ મંદિરને  રૂપિયા 11 કરોડથી વધુનું દાન મળ્યું છે. એસબીઆઈના રિપોર્ટ મુજબ, ઉત્તર પ્રદેશ રાજ્યને આ વર્ષે ટુરિઝમ વધવા સાથે રૂ. 4 લાખ કરોડની કમાણી થઈ શકે છે. મંદિર બન્યા પહેલા રામલલાના દર્શન કરવા માટે 20,000 જેટલા ભક્તો આવતા હતાં. તેની સંખ્યામાં પણ 30 ગણો વધારો જોવા મળી રહ્યો છે. રામ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા વિશ્વના ખ્યાતનામ ધામક સ્થળો જેવા કે, મક્કા મદીના અને વેટિકનની સંખ્યાને પાર કરી જવાની સંભાવના જોવામાં આવી રહી છે. 

ભારતમાં ધાર્મિક પ્રવાસનનો નવો યુગ : શ્રદ્ધાળુઓ 2024માં યુપીમાં રૂ. ચાર  લાખ કરોડ રૂપિયા ખર્ચશે 8 - image

બટેશ્વરનાથ મંદિર, આગ્રા

આગ્રામાં સ્થિત બટેશ્વર નાથ મંદિર સંકુલમાં ભગવાન શિવને સમપત 100 થી વધુ મંદિરો આવેલા છે. 8મી સદીના આ પ્રાચીન મંદિરો શાંત અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ અનુભવ આપે છે. ચંબલના પર્વતોમાં આવેલા આ મંદિરોને ડાકુઓએ પોતાના કબજામાં લઈ લીધા હતાં. લોકવાયકા પ્રમાણે, દરેક લૂંટ બાદ ડાકૂઓ મંદિરમાં એક ઘંટ ચઢાવતા હતાં. વર્ષ 2005માં આ જર્જરિત થઈ ગયેલા મંદિરોને ભારતીય પુરાતત્ત્વ વિભાગે પુનઃજીવિત કરવાનો નિર્ણય લીધો હતો. કહેવાય છે કે, અહીં યમુના નદી ઊલટી ધારામાં વહે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, બટેશ્વરને ચાર ધામના પુત્ર માનવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ પ્રતિહાર વંશના શાસનકાળમાં થયું હતું. 

ભારતમાં ધાર્મિક પ્રવાસનનો નવો યુગ : શ્રદ્ધાળુઓ 2024માં યુપીમાં રૂ. ચાર  લાખ કરોડ રૂપિયા ખર્ચશે 9 - image

દ્વારકાધીશ મંદિર, મથુરા

મથુરામાં આવેલા કૃષ્ણ મંદિરોમાં દ્વારકાધીશ મંદિરનો અનેરો મહિમા છે. વર્ષ 1814માં શેઠ ગોકુલ દાસ પરીખ દ્વારા બનાવવામાં આવેલા આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકાના નાથ દ્વારકાધીશ તરીકે પૂજાય છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે તેમની શાશ્વત પ્રેમી રાધારાનીની પણ પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં અન્ય હિંદુ દેવી-દેવતાઓની પણ મૂતઓ આવેલી છે. દ્વારકાધીશ મંદિરમાં રંગબેરંગી ચિત્રો અને શિલ્પવાળી મૂતઓ જોવા મળે છે. જન્માષ્ટમી, હોળી અને દિવાળીના સમયે મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

ભારતમાં ધાર્મિક પ્રવાસનનો નવો યુગ : શ્રદ્ધાળુઓ 2024માં યુપીમાં રૂ. ચાર  લાખ કરોડ રૂપિયા ખર્ચશે 10 - image


Google NewsGoogle News