રાજ્યસભાના 225 સાંસદોની કુલ સંપત્તિ રૂ. 19,000 કરોડ

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
રાજ્યસભાના 225 સાંસદોની કુલ સંપત્તિ રૂ. 19,000 કરોડ 1 - image


- રાજ્યસભાના 31 સાંસદો અબજોપતિ, ગુજરાતના 11 સાંસદોની કુલ સંપત્તિ રૂ. 1183 કરોડ

- ભાજપના 90 સાંસદોની કુલ સંપત્તિ રૂ. 3,360 કરોડ જ્યારે કોંગ્રેસના 28 સાંસદોની કુલ સંપત્તિ રૂ. 1,139 કરોડ

- રાજ્યસભાના 33 ટકા સાંસદો સામે ક્રિમિનલ કેસ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીની જાહેરાત થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજ્યસભામાં ગયા સપ્તાહે ચૂંટણી થયા પછી વર્તમાન ૨૨૫ સાંસદો સામે ક્રિમિનલ કેસ અને તેમની સંપત્તિનું એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ વિશ્લેષણ કરીને શુક્રવારે એક અહેવાલ  જાહેર કર્યો હતો, જે મુજબ રાજ્યસભાના વર્તમાન ૨૨૫ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૧૯,૬૦૨ કરોડ છે. આ સાંસદોમાંથી ૩૧ એટલે કે ૧૪ ટકા અબજોપતિ છે. વધુમાં ભાજપના સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૩,૩૬૦ કરોડ છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઈલેક્શન વોચ (એનઈડબલ્યુ)એ જણાવ્યું હતું કે, રાજ્યસભાના કુલ ૨૩૩ સાંસદોમાંથી ૨૨૫ સભ્યોની સંપત્તિ અને ક્રિમિનલ કેસોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં એક બેઠક ખાલી છે અને જમ્મુ-કાશ્મીરમાં ચાર બેઠકો હજુ નિશ્ચિત નથી થઈ જ્યારે ત્રણ સાંસદોના સોગંદનામા વિશ્લેષણ માટે ઉપલબ્ધ નહોતા. પરિણામે ૨૨૫ સાંસદોના સોગંદનામાનું વિશ્લેષણ કરાયું છે.

એડીઆરના અહેવાલ મુજબ આ સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. ૮૭.૧૨ કરોડ છે. આ સિવાય ટોચના પક્ષોમાં રાજ્યસભામાં ભાજપના ૯૦માંથી ૯ (૧૦ ટકા), કોંગ્રેસના ૨૮માંથી ૪ (૧૪ ટકા), વાયએસઆર કોંગ્રેસના ૧૧માંથી ૫ (૪૫ ટકા), આપના ૧૦માંથી બે (૨૦ ટકા), ટીઆરએસના ૪માંથી ૩ (૭૫ ટકા) અને રાજદના ૬માંથી બે (૩૩ ટકા) સાંસદોએ રૂ. ૧૦૦ કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે.

વધુમાં ટોચના પક્ષોમાં ભાજપના સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. ૩૭.૩૪ કરોડ, કોંગ્રેસના સાંસદોની રૂ. ૪૦.૭૦ ક રોડ, ટીઆરએસના સાંસદોની રૂ. ૧૦.૨૫ કરોડ, વાયએસઆર કોંગ્રેસના સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. ૩૫૭.૮ કરોડ, ટીઆરએસના સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. ૧,૩૮૩.૭૪ કરોડ, ડીએમકેના સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. ૬.૩૭ કરોડ અને આપના સાંસદોની સરેરાશ સંપત્તિ રૂ. ૧૧૪.૮૧ કરોડ છે.

આ સિવાય પક્ષ મુજબ સાંસદોની કુલ સંપત્તિને ધ્યાનમાં લેવામાં આવે તો ભાજપના ૯૦ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૩,૩૬૦ કરોડ, કોંગ્રેસના સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૧,૧૩૯ કરોડ, વાયએસઆર કોંગ્રેસના સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૩,૯૩૪ કરોડ, ટીઆરએસના સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૫,૫૩૪ કરોડ અને આપના સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૧,૧૪૮ કરોડ છે.

રાજ્યસભાના વર્તમાન સાંસદોમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા ટોચના ૧૦ રાજ્યોમાં તેલંગણાના ૭ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૫,૮૨૧ કરોડ, આંધ્ર પ્રદેશના ૧૧ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૩૯૩૪ કરોડ, ઉત્તર પ્રદેશના ૩૧ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૩૦૮૮ કરોડ, મહારાષ્ટ્રના ૧૮ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૧૧૯૦ કરોડ, ગુજરાતના ૧૧ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૧૧૮૩ કરોડ, પંજાબના ૭ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૧૧૩૬ કરોડ, મધ્ય પ્રદેશના ૧૧ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૬૨૪ કરોડ, બિહારના ૧૬ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૪૯૫ કરોડ, હરિયાણાના પાંચ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૪૫૧ કરોડ અને તમિલનાડુના ૧૮ સાંસદોની કુલ સંપત્તિ રૂ. ૩૫૪ કરોડ છે.

એડીઆરના વિશ્લેષણમાં આ ૨૨૫ સાંસદોના ક્રિમિનલ કેસોનું વિશ્લેષણ કરવામાં આવતા ૧૮ ટકા સાંસદોએ ક્રિમિનલ કેસ જાહેર કર્યા છે, જેમાં હત્યા અને હત્યાના પ્રયાસના ગુનાનો પણ સમાવેશ થાય છે. આ અહેવાલ મુજબ રાજ્યસભાના બે સાંસદોએ તેમની સામે આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ હત્યા સંબંધિત કેસ જ્યારે ચાર સાંસદોએ આઈપીસીની કલમ ૩૦૭ હેઠળ હત્યાના પ્રયાસ સંબંધિત કેસ જાહેર કર્યા છે. આ અહેવાલ મુજબ રાજ્યસભામાં ૨૨૫માંથી ૭૫ (૩૩ ટકા) સાંસદોએ તેમની સામે ક્રિમિનલ કેસ જાહેર કર્યા છે અને ૪૦ (૧૮ ટકા) સાંસદોએ ગંભીર ક્રિમિનલ કેસ જાહેર કર્યા છે.

અહેવાલ મુજબ ભાજપના ૯૦ સાંસદોમાંથી ૨૩ ટકા સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. કોંગ્રેસના ૨૮ સાંસદો (૫૦ ટકા) વિરુદ્ધ ક્રિમિનલ કેસ છે. આ સિવાય તૃણમૂલ કોંગ્રેસના ૧૩માંથી પાંચ (૩૮ ટકા), રાજદના ૬માંથી ૪ (૬૭ ટકા), સીપીઆઈ-એમના પાંચમાંથી ૪ (૮૦ ટકા), આપના ૧૦માંથી ત્રણ (૩૬ ટકા), વાયએસઆર કોંગ્રેસના ૧૧માંથી ૪ (૩૬ ટકા) અને ડીએમકેના ૧૦માંથી બે (૨૦ ટકા) સાંસદોએ ક્રિમિનલ કેસ જાહેર કર્યા છે.

સૌથી ધનવાન સાંસદો

નામ

પક્ષ

રાજ્ય

સંપત્તિ

ડૉ. બંદી પાર્થા સરાધી

ટીઆરએસ

તેલંગણા

રૂ. ૫૩૦૦ કરોડ

અયોધ્યા રામી રેડ્ડી

વાયએસઆર

આંધ્ર પ્રદેશ

રૂ. ૨૫૭૭ કરોડ

જયા અમિતાભ બચ્ચન

સપા

ઉત્તર પ્રદેશ

રૂ. ૧૫૭૮ કરોડ


સૌથી ગરીબ સાંસદો

સંત બલબીર સિંહ

આપ

પંજાબ

રૂ. ૩ લાખ

સનાજાઓબા લિશેમ્બા

ભાજપ

મણિપુર

રૂ. ૫ લાખ

પ્રકાશ ચિક બરૈક

એઆઈટીસી

પશ્ચિમ બંગાળ

રૂ. ૯ લાખ


Google NewsGoogle News