Get The App

'એનડીએ માટે 400નો આંકડો વટાવવો સંભવ લાગે છે કારણ કે...' ઓમર અબ્દુલ્લાહ કેમ આવું બોલ્યાં?

તેમણે કહ્યું કે વિપક્ષ ગઠબંધન I.N.D.I.A. ભાજપ સામે મોરચો બનાવવામાં નિષ્ફળ રહ્યો

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
'એનડીએ માટે 400નો આંકડો વટાવવો સંભવ લાગે છે કારણ કે...' ઓમર અબ્દુલ્લાહ કેમ આવું બોલ્યાં? 1 - image

image : Twitter



Omar abdullah said About I.N.D.I.A And NDA | વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 400 સીટો પાર કરવાના દાવાને હવે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. ના નેતાઓ પણ માનવા લાગ્યા હોય તેમ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું કહેવું છે કે એનડીએ (NDA) એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ માટે 400થી વધુ સીટો જીતવી શક્ય છે. એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે.

શું બોલ્યા ઓમર અબ્દુલ્લા? 

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે હવે NDA દ્વારા 400નો આંકડો વટાવી જવાનો કરાતો દાવો શક્ય લાગે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ લક્ષ્ય હાંસલ કરી શકાય છે, તો તેમણે જવાબ આપ્યો, 'હા ખરેખર'. પીએમ મોદી દ્વારા નિર્ધારિત 400થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય શક્ય લાગે છે કારણ કે વિપક્ષ ખૂબ જ નબળો છે.

I.N.D.I.A. ગઠબંધન વિશે કહી આ વાત 

તેમણે કહ્યું કે વિપક્ષ ગઠબંધન I.N.D.I.A. ભાજપ સામે મોરચો બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. બે મહિના પહેલા એવું લાગતું ન હતું કે આ લક્ષ્ય હાંસલ કરી શકાશે, પરંતુ હવે તે સાચું જણાય છે. નેશનલ કોન્ફરન્સના નેતાએ કહ્યું કે તેનું કારણ એ છે કે વિપક્ષ બહુ મજબૂત નથી. હવે જ્યારે લોકસભા ચૂંટણીમાં થોડો વધુ સમય બચ્યો છે, મને આશા છે કે વિપક્ષના સાથીઓ તેમના મતભેદોને દૂર કરશે અને એનડીએને સતત ત્રીજી વખત સત્તામાં આવતા અટકાવશે.

I.N.D.I.A. ભવિષ્ય પર આપી સલાહ 

ઓમર અબ્દુલ્લા કહે છે કે અત્યારે ગઠબંધન ખૂબ જ નબળું છે અને આ બધા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી શકાય નહીં. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના પક્ષ બદલવા અંગે તેમણે કહ્યું કે તેઓ પોતે ગઠબંધન છોડી ચૂક્યા છે અને અન્યોએ પણ તેમને અલવિદા કહી દીધું છે. 

'એનડીએ માટે 400નો આંકડો વટાવવો સંભવ લાગે છે કારણ કે...' ઓમર અબ્દુલ્લાહ કેમ આવું બોલ્યાં? 2 - image


Google NewsGoogle News