Get The App

CBI પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું - અમે ચેતવણી આપી રહ્યાં છીએ; રિયા ચક્રવર્તીને મળી મોટી રાહત

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
CBI પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું - અમે ચેતવણી આપી રહ્યાં છીએ; રિયા ચક્રવર્તીને મળી મોટી રાહત 1 - image


Sushant Rajput Case : સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુ સંબંધીત કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે CBIના લુકઆઉટ સર્ક્યુલરને રદ કરવાના બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)ના નિર્ણયને યથાવત્ રાખ્યો છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)ની બેન્ચે સીબીઆઈ અને મહારાષ્ટ્ર રાજ્ય પર બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને માત્ર એટલા માટે પડકારવાનો આરોપ મૂક્યો કે, રિયા અને તેનો પરિવાર હાઈ-પ્રોફાઈલ બેકગ્રાઉન્ડથી છે. 

સુપ્રીમ કોર્ટે CBIની અપીલ પણ નામંજૂર કરી

સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના લુક આઉટ સર્ક્યુલર રદ કરવાના નિર્ણયને યથાવત્ રાખવા ઉપરાંત સીબીઆઈની અપીલ પણ નામંજૂર કરી દીધી છે. સીબીઆઈએ 2020માં રિયા, તેના ભાઈ શૌક, પિતા લેફ્ટનન્ટ કર્નલ ઈન્દ્રજીત ચક્રવર્તી અને તેની માતા સંધ્યા ચક્રવર્તી વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો.

આ પણ વાંચો : રણવીર અને દીપિકાએ પોણા પાંચ કરોડની કાર ખરીદી

‘અમે ચેતવણી આપી રહ્યા છે કે...’

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સીબીઆઈની આકરી ઝાટકણી કાઢી છે. ન્યાયાધીશ બી.આર.ગવઈએ કહ્યું કે, ‘અમે તમને ચેતવણી આપી રહ્યા છે. તમે આ વ્યર્થ પિટિશન એટલા માટે દાખલ કરી રહ્યા છો કારણ કે આરોપીમાંથી એક હાઈ-પ્રોફાઈલ વ્યક્તિ છે. ચોક્કસપણે તમારે મોટી કિંમત ચુકવવી પડશે. તેઓ સમાજમાં મોટું નામ ધરાવે છે. જો સીબીઆઈ દંડ અને કડક ટિપ્પણી લેવા માંગે છે તો આ મુદ્દે ચર્ચા કરે.’

CBIએ હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો

સીબીઆઈ આ તમામ વિરુદ્ધ LOC એલઓસી જારી કર્યું હોવા મામલે ન્યાયાધીશ કે.વી.વિશ્વનાથને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. બોમ્બે હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં રિયા ચક્રવર્તી, તેના ભાઈ અને પિતાની અરજી પર સીબીઆઈના લુક આઉટ સર્ક્યુલરને રદ કર્યો હતો. સીબીઆઈએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં સીબીઆઈએ લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો.

આ પણ વાંચો : અમિતાભ અને અભિષેકે મુંબઈમાં 25 કરોડના 10 ફલેટ ખરીદ્યા

સુશાંતના પિતાએ રિયા સામે નોંધાવી હતી ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહે 28 જુલાઈ-2022માં સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ તુરંત સીબીઆઈને ટ્રાન્સફર કરી દેવાયો હતો. તો બીજીતરફ રિયાએ પણ સુશાંતના પરિવાર વિરુદ્ધ મુંબઈમાં એફઆઈઆર નોંધાવી હતી. આ કેસમાં રિયા વિરુદ્ધ FIR નોંધાઈ હોવાથી લુક આઉટ સર્ક્યુલર પણ જારી કરવામાં આવ્યો હતો, જોકે પછી બોમ્બે હાઈકોર્ટે લુક આઉટ સર્ક્યુલરને રદ કરી દીધો હતો. સીબીઆઈએ આદેશને સુપ્રીમમાં પડકારવા માટે હાઈકોર્ટ પાસે ચાર સપ્તાહનો સ્ટે પણ માગ્યો હતો, જોકે હાઈકોર્ટે નકારી દીધો હતો.


Google NewsGoogle News