જવાહર નવોદય વિદ્યાલયમાં એડમિશન માટે આવતીકાલે છેલ્લો દિવસ, જાણો પરીક્ષાની તારીખ

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
જવાહર નવોદય વિદ્યાલયમાં એડમિશન માટે આવતીકાલે છેલ્લો દિવસ, જાણો પરીક્ષાની તારીખ 1 - image


JNVST Class 6 Registration Form : જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશન  ફોર્મ ભરવાનો આવતીકાલે એટલે કે 07 ઓક્ટોબર 2024 છેલ્લો દિવસ છે. જો કે, JNVSTના ધોરણ 6 માં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી છે. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ ફોર્મ, પ્રવેશ પરીક્ષા અને અન્ય મહત્ત્વની જાણકારી સંસ્થાની અધિકૃત વેબસાઇટ  navodaya.gov.in પર ચેક કરી શકશો. હવે JNVST માં રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવશે નહીં.

આ પણ વાંચો: MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 1814 કરોડનો મુદ્દામાલ જપ્ત, ગુજરાત ATS-દિલ્હી NCBની મોટી કાર્યવાહી

જવાહર નવોદય વિદ્યાલય રજીસ્ટ્રેશન વિન્ડો બંધ થયા પછી ફોર્મમાં સુધારા માટે એક અલગ વિન્ડો ખોલવામાં આવશે (JNVST 2025 નોંધણી વિન્ડો). નવોદય વિદ્યાલય રજીસ્ટ્રેશન ફોર્મ ભરવામાં જે વાલીઓએ કોઈ ભૂલ કરી હોય તેઓ માટે નક્કી કરવામાં આવેલ તારીખ તેમાં સુધારો કરી શકે છે. હાલમાં 27 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 653 નવોદય વિદ્યાલયો છે. દરેક નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં વધુમાં વધુ 80 વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. આ તમામની પસંદગી પ્રવેશ પરીક્ષા દ્વારા કરવામાં આવે છે.

JNVST ધોરણ 6 ની પ્રવેશ પરીક્ષા ક્યારે યોજાશે?

JNV ધોરણ 6 માં પ્રવેશ માટેની પસંદગી પરીક્ષા 2 તબક્કામાં યોજાશે. પ્રથમ 12 એપ્રિલ, 2025 ના અને બીજી 18 જાન્યુઆરી, 2025 ના રોજ પરીક્ષા યોજાશે. પ્રથમ તબક્કો (શનિવાર, 12 એપ્રિલ, 2025) સવારે 11:30 વાગ્યે જમ્મુ અને કાશ્મીર (જમ્મુ 1, જમ્મુ 2 અને સાંબા સિવાય), મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશના દિબાંગ ખીણ અને તવાંગ જિલ્લામાં યોજાશે. ચંબા, કિન્નૌર, મંડી, સિરમૌર, કુલ્લુ, લાહૌલ, સ્પીતિ, હિમાચલ પ્રદેશના શિમલા, પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લા અને લેહ અને કારગીલમાં પણ યોજાશે. 

આ પણ વાંચો: Navratri 2024: આ મંદિરની પરિક્રમા કરતાં દરેક ઇચ્છા થાય છે પૂરી, મા ભગવતી વરસાવે છે હેત!

JNVST ધોરણ 6 માટે રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે ભરવું?

જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે રજીસ્ટ્રેશન નોંધણી ફોર્મ નીચે આપેલા પગલાંને અનુસરીને ભરી શકાય છે.

1 જવાહર નવોદય વિદ્યાલય navodaya.gov.in ની અધિકૃત વેબસાઇટ પર જાઓ.

2 વેબસાઇટના હોમ પેજ પર JNVST ધોરણ 6 પ્રવેશ 2025 રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.

3 હવે રજીસ્ટ્રેશન ડિટેલ્સ પર ક્લિક કરો અને સબમિટ પર ક્લિક કરો.

4 પછી એકાઉન્ટમાં લોગીન કરો.

5 અરજી ફોર્મ ભરીને ફી જમા કરો.

6 સબમિટ પર ક્લિક કરીને પેજ ડાઉનલોડ કરો.

7 રેફરેન્સ માટે રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટઆઉટ લઈ રાખો. 



Google NewsGoogle News