ચોમાસાના મોડા આગમન અને ઓછા ઉત્પાદનથી ટમેટાના ભાવ આસમાને, એક મહિનામાં રેકોર્ડબ્રેક વધારો
છૂટક ભાવની વાત કરવામાં આવે તો 80-120 રૂપિયા પ્રતિ કિલો
આ કિંમતો મોંઘવારી ઘટાડવાના RBIના પ્રયાસો પર પાણી ફેરવી શકે છે
કાળઝાળ ગરમી, ઓછા ઉત્પાદન અને મોડા વરસાદને કારણે દેશના કેટલાક ભાગોમાં ટામેટાંના છૂટક ભાવ આસમાને પહોંચ્યા છે. જો છૂટક ભાવની વાત કરવામાં આવે તો 120 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. જથ્થાબંધ બજારોમાં તે 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ટામેટાંની સાથે સાથે કેટલીક શાકભાજીના ભાવમાં પણ ઝડપથી વધારો થયો છે. આવી સ્થિતિમાં આ કિંમતો મોંઘવારી ઘટાડવાના આરબીઆઈના પ્રયાસો પર પાણી ફેરવી શકે છે.
ટામેટાના ભાવમાં અચાનક જોવા મળ્યો ઉછાળો
વેપારીઓના જણાવ્યા અનુસાર, મે મહિનામાં ટામેટાના ભાવ જથ્થાબંધ બજારમાં 3-5 રૂપિયા પ્રતિ કિલો અને છૂટક બજારમાં 10-20 રૂપિયા પ્રતિ કિલો હતા. પરંતુ જૂનમાં તેમાં અચાનક વધારો થયો અને હવે રૂ. 100થી ઉપર છે. છેલ્લા સપ્તાહમાં ટામેટાના ભાવ ત્રણ ગણા વધી ગયા છે.
વરસાદથી ટમેટાના પાકને નુકસાન
હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી ટામેટાંની ઓછી સપ્લાયને કારણે બેંગ્લોરથી ટામેટાં આવી રહ્યાં છે. તાજેતરમાં પડેલા વરસાદથી પાકને નુકસાન થયું છે. જેના કારણે વેપારીઓ વાયરના આધારે પ્લાન્ટ ઉભા કરી રહ્યા છે. દિલ્હીના વેપારીઓ ટામેટાં મેળવવા માટે મહારાષ્ટ્રના ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે.
ભારે વરસાદ થશે તો ટમેટાના ભાવ આસમાને જશે
વેપારીઓનું કહેવું છે કે, ભવિષ્યમાં ભાવ ઉંચા રહે તેવી કોઈ શક્યતા નથી. જ્યારે નવો પાક આવશે ત્યારે ભાવમાં ઘટાડો થવાની ધારણા છે. પરંતુ જો હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોમાં વધુ વરસાદ પડશે તો પાકને અસર થઈ શકે છે અને ભાવ ઊંચા રહી શકે છે. અહેવાલો અનુસાર, ગયા વર્ષે ટામેટાની વાવણી ઘટી હતી કારણ કે મોટાભાગના ખેડૂતો કઠોળ તરફ વળ્યા હતા.