VIDEO : આજે મહાકાલનું 'મનમહેશ' સ્વરૂપ, ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના કરો દર્શન

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
VIDEO : આજે મહાકાલનું 'મનમહેશ' સ્વરૂપ, ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના કરો દર્શન 1 - image


Image Source: Twitter

ભોપાલ, તા. 05 માર્ચ 2024 મંગળવાર

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરનું મહાશિવરાત્રિ પર્વ ફેમસ છે. આ સમયે ભગવાન મહાકાલના દર્શન કરવા માટે દૂર-દૂરથી લોકો મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેર પહોંચે છે. મહાશિવરાત્રિ પહેલા 9 દિવસની શિવ નવરાત્રિ પણ હોય છે. આ 9 દિવસોમાં બાબા મહાકાલ નવ અલગ-અલગ રૂપમાં દર્શન આપે છે. દરરોજ ભગવાન મહાકાલનો અલગ રૂપમાં શ્રૃંગાર કરવામાં આવે છે. જેમ કે છબીના શ્રૃંગાર, શ્રી હોલકર મુખોટા શ્રૃંગાર, મનમહેશ રૂપ વગેરે. 5 માર્ચે શિવ નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે. આ દિવસે બાબા મહાકાલનો મનમહેશ રૂપમાં શ્રૃંગાર કરવામાં આવે છે. તમે લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા ભગવાન મહાકાલના દર્શન કરી શકો છો અને આરતીમાં પણ સામેલ થઈ શકો છો.

મહાશિવરાત્રિ પર વરરાજા બનશે

શિવ નવરાત્રિના આગામી દિવસોમાં ભગવાન મહાકાલનો ઉમા મહેશ શ્રૃંગાર, શિવ તાંડવ શ્રૃંગાર કરવામાં આવશે. મહાશિવરાત્રિના દિવસે બાબા મહાકાલ વરરાજા બને છે. સપ્તધાન્ય અને ફૂલોથી તેમનો સહેરો સજાવવામાં આવે છે. બાબા મહાકાલ સેહરા સજાવે છે. મહાશિવરાત્રિના આગલા દિવસે બપોરે 12 વાગે ભગવાન મહાકાલની ભસ્મ આરતી થાય છે. વર્ષમાં માત્ર આ એક અવસર હોય છે જ્યારે ભગવાન મહાકાલની દિવસમાં ભસ્મ આરતી થાય છે. જ્યારે દરરોજ સવારે સાડા ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે ભસ્મ આરતી થાય છે. ભસ્મ આરતીમાં બાબા મહાકાલને ચિતાની તાજી રાખ અર્પણ કરવામાં આવે છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી ખૂબ ફેમસ છે. 


Google NewsGoogle News