આજે રાહુલ ગાંધી કેદારનાથનાં દર્શને, ભગવાન કેદારનાથ પર રૂદ્રાભિષેક કર્યો
ત્યારપછી કેદારનાથ મંદિરથી દોઢ કીમી દૂર મંદાકીની નદીના તટે આવેલી ધ્યાન કુટિરમાં ધ્યાન ધર્યું
દહેરાદુન: કોંગ્રેસના વરિષ્ઠ નેતા, રાહુલ ગાંધી આજે (રવિવારે) ભગવાન કેદારનાથનાં દર્શને ગયા છે. ત્યાં બાબા કેદારનાથની વિશેષ પૂજા અર્ચના કર્યા પછી તેઓએ રૂદ્રાભિષેક પણ કર્યો. આ માહિતી આપતાં ઉત્તરાખંડ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કરન માહરાએ કહ્યું હતું કે સવારે ૬ વાગે જોવી ગ્રાંટ એરપોર્ટની હેલિકોપ્ટર દ્વારા તેઓ આવી પહોંચ્યા હતા. ત્યાં વિશેષ પૂજન અર્ચન કર્યા પછી ભગવાન કેદારનાથ પર રૂદ્રાભિષેક કર્યો હતો.
આ સાથે ઓલ ઇંડીયા કોંગ્રેસ કમીટી (એઆઈસીસી)એ કોંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે તેઓ પૈકી કોઈપણ તેમને મળવા ન આવે, કારણ કે આ તેઓની અંગત યાત્રા છે. આ કારણસર જ એ.આઈ.સી.સી.નાં (રાહુલ-ગાંધીનાં) કાર્યાલય દ્વારા કોઈ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.
પ્રાપ્ય માહિતી પ્રમાણે બાબા કેદારનાથમાં પૂજન અર્ચન વગેરે કર્યા પછી રાહુલ ગાંધી કેદારપુરીથી દોઢ કી.મી. દૂર આવેલાં મંદાકીની નદીના નદીની બીજી તરફ રહેલા તટ ઉપરની ધ્યાન કુટિરમાં ધ્યાન ધરશે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક રાત્રી રોકાયા હતા.
રાહુલ ૮ વર્ષ પછી બીજી વાર કેદારનાથની યાત્રાએ આવી પહોંચ્યા છે. તેમ કહેતાં કરણ માહરાએ જણાવ્યું હતું કે આ પૂર્વે ૨૦૧૫માં રાહુલ ગાંધી કેદારનાથનાં દર્શને ગયા હતા. ત્યારે તેઓ પગે ચાલતા કેદારનાથ ગયા હતા. આ વખતે સમયના અભાવે તેઓએ હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો છે.
વધુમાં જાણવા મળ્યું છે કે બાગેશ્વર ધામના પીઠાધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પણ તે દિવસોમાં કેદારનાથમાં ઉપસ્થિત હશે.