દેશમાં કોરોનાથી વધુ 6ના મોત, 358 કેસ નોંધાયા, કેરળમાં સ્થિતિ વણસી, જાણો કયા રાજ્યોમાં કેટલા કેસ નોંધા

દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 230 દર્દી સાજા થયા,

કર્ણાટકમાં 13, તમિલનાડુમાં 12, ગુજરાતમાં 11, મહારાષ્ટ્રમાં 10 કેસ નોંધાયા

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
દેશમાં કોરોનાથી વધુ 6ના મોત, 358 કેસ નોંધાયા, કેરળમાં સ્થિતિ વણસી, જાણો કયા રાજ્યોમાં કેટલા કેસ નોંધા 1 - image

નવી દિલ્હી, તા.21 નવેમ્બર-2023, ગુરુવાર

દેશમાં ભરી કોરોના સંક્રમણના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 6 લોકોના મોત નિપજ્યા છે. આજે કેરળમાં 3, કર્ણાટકમાં 2 અને પંજાબમાં 1 લોકોનું મોત થયું છે. છેલ્લા 2 અઠવાડિયાની વાત કરીએ તો કોરોનાથી કુલ 22 લોકોના મોત થયા છે. ઉપરાંત નવા કેસોમાં પણ વધ્યા છે. કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ પણ જરૂરી પગલા ભરવાના શરુ કરી દીધા છે. તો બીજીતરફ કોરોનાના નવા વેરિયન્ટ JN.1ની ટ્રેકિંગ પર પણ ધ્યાન અપાઈ રહ્યું છે.

કોરોનાના 358 નવા કેસો નોંધાયા

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 358 નવા કેસો નોંધાયા છે, જેમાં સૌથી વધુ કેરળમાં 300 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 6 કોરોના સંક્રમિત દર્દીઓના મોત પણ નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 230 દર્દીઓ સાજા પણ થયા છે. હાલ દેશમાં સક્રિય કેસોની સંખ્યા 2669 પર પહોંચી ગઈ છે. કેરળમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 2341 પર પહોંચી છે. કેરળના આરોગ્ય મંત્રી વીના જૉર્જના જણાવ્યા મુજબ કેરળમાં વધતા કોરોના કેસો ચિંતા વાત નથી. રાજ્યમાં સંક્રમણના કેસોને અટકાવવા સરકાર તમામ પગલા ભરી રહી છે.

આજે કયા કયા રાજ્યોમાં નોંધાયા કેસ

આજે કેરળમાં કોરોના સંક્રમિતોના 300, કર્ણાટકમાં 13, તમિલનાડુમાં 12, ગુજરાતમાં 11, મહારાષ્ટ્રમાં 10, તેલંગણામાં 5, ગોવા 4, પુડુચેરી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં 2-2, આંધ્રપ્રદેશ, આસામ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ 1-1 કેસ નોંધાયો છે.

દિલ્હી-NCRમાં 5 કેસ નોંધાયા

દિલ્હી અને એનસીઆરમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે. બુધવારે દિલ્હીમાં 3, નોઈડામાં એક અને ગાઝિયાબાદમાં 7 મહિના બાદ એક કેસ સામે આવ્યો છે. કોરોના સબ વેરિયન્ટ JN.1ના સંક્રમણની વાત કરીએ તો હાલ આ નવા વેરિયન્ટની 3 રાજ્યોમાં પુષ્ટિ થઈ છે અને દિલ્હીમાં પણ પહોંચવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જ તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમાં કોરોના વાયરસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. દેશમાં વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટનું એનાલિસીસ કરી રહ્યા છે. તેમણે રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા વેરિયન્ટની ટ્રેકિંગની સુવિધા માટે તમામ કોરોના કેસના સેમ્પલ INSACOG લેબમાં મોકલવાની સલાહ આપી હતી. આ સાથે રાજ્યોને જાગૃકતા ફેલાવવા, મહામારી મેનેજમેન્ટ કરવા અને તથ્યાત્મક રીતે યોગ્ય અને સાચી જાણકારી જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો.

  દેશમાં કોરોનાથી વધુ 6ના મોત, 358 કેસ નોંધાયા, કેરળમાં સ્થિતિ વણસી, જાણો કયા રાજ્યોમાં કેટલા કેસ નોંધા 2 - image

.

.

.

.

.

.

.

.

.

.

.

Andaman and Nicobar Islands, Andhra Pradesh, Arunachal Pradesh, Assam, Bihar, Chandigarh, Chhattisgarh, Dadra and Nagar Haveli and Daman and Diu, Delhi, Goa, Gujarat, Haryana, Himachal Pradesh, Jammu and Kashmir, Jharkhand, Karnataka, Kerala, Ladakh, Lakshadweep, Madhya Pradesh, Maharashtra, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Odisha, Puducherry, Punjab, Rajasthan, Sikkim, Tamil Nadu, Telangana, Tripura, Uttarakhand, Uttar Pradesh, West Bengal, Today Corova-Covid Case, Active, Vaccination, Death, Latest Update


Google NewsGoogle News