‘...તો વિદ્યાર્થીઓ સામે કરાશે કાર્યવાહી’ તમામ શાળા, કૉલેજો, યુનિવર્સિટી માટે નવી ગાઇડલાઇન જાહેર

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
‘...તો વિદ્યાર્થીઓ સામે કરાશે કાર્યવાહી’ તમામ શાળા, કૉલેજો, યુનિવર્સિટી માટે નવી ગાઇડલાઇન જાહેર 1 - image


Central Government New Guidelines : હવે શાળા, કૉલેજ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તમાકુની કોઈપણ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરવો ભારે પડી શકે છે. જો તેઓ તેનો ઉપયોગ કરતાં પકડાશે તો તેમની વિરુદ્ધ શિસ્તબદ્ધની કાર્યવાહી કરવામાં આવી શકે છે. એટલું જ નહીં તેમને દંડ પણ ફટકારવામાં આવી શકે છે. આ માટે કેન્દ્ર સરકારે દેશની તામ શાળા, કૉલેજ અને યુનિવર્સિટી માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ મુજબ તમામ વર્ગમાં તમાકુ મોનીટરને તહેનાત કરવામાં આવશે અને તે મોનીટર વર્ગમાં અભ્યાસ કરતાં છાત્રમાંથી જ કોઈ હશે.

શાળામાં તમાકુ મોનીટરની નિમણૂક કરાશે

ગાઇડલાઇન મુજબ, ધોરણ-9 બાદના વર્ગોમાં તમાકુ મોનીટરની નિમણૂક કરવામાં આવશે. આ દરમિયાન મોનીટરે વર્ગમાં તમાકુનો ઉપયોગ કરનારા વિદ્યાર્થીઓ પર નજર રાખવાની રહેશે. અને જે વિદ્યાર્થી પકડાશે તેની માહિતી મોનીટરે શાળા અથવા સંસ્થાના સંચાલકને આપવાની રહેશે. ત્યારબાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : પૂર કે દુષ્કાળ જેવી આફતથી મળશે છુટકારો, વરસાદને કરાશે કન્ટ્રોલ, ભારતીય વિજ્ઞાનીઓનો મોટો પ્લાન

શૈક્ષણિક સંસ્થાની આસપાસ તમાકુના વેચાણ પર પ્રતિબંધ

યુવાનોમાં તમાકુના વધતાં જતા વ્યસનને જોતા શિક્ષણ મંત્રાલયે આરોગ્ય મંત્રાલય સાથે મળીને શૈક્ષણિક સંસ્થાઓને તમાકુ મુક્ત કેમ્પસ બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. આ અંગે વિગતવાર માર્ગદર્શિકા પણ બહાર પડાઈ છે. ગાઇડલાઇન મુજબ શૈક્ષણિક સંસ્થાની 100 મીટરની ત્રિજ્યામાં કોઈપણ પ્રકારના તમાકુના વેચાણ પર પ્રતિબંધ ફરાવાયો છે.

શિક્ષકોને પણ મોનીટર તરીકે નિયુક્ત કરાશે

આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુ પ્રતિબંધનું બોર્ડ પણ લગાવવા આદેશ કરાયો છે. શૈક્ષણિક સંસ્થાઓના મુખ્ય સ્થળો એટલે કે પ્રવેશદ્વાર, એસેમ્બલી ગ્રાઉન્ડ, રમતના મેદાન સહિતની જગ્યાઓ પર ‘તમાકુ મુક્ત વિસ્તાર’ અથવા તમાકુ પ્રતિબંધને લગતા બેનરો-પોસ્ટરો લગાવવાનો પણ નિર્દેશ અપાયો છે. શાળાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકોમાંથી એકની મોનીટર તરીકે નિમણૂક કરાશે.

આ પણ વાંચો : દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આખરે તિહાર જેલથી મુક્ત, ઘર સુધી કરશે રોડ શો, આપ કાર્યકરો ખુશ


Google NewsGoogle News