Get The App

10 વર્ષની સત્તા બચાવવા ભાજપ હવે RSSના સહારે, હરિયાણાની 20 બેઠક માટે બનાવ્યો પ્લાન

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
10 વર્ષની સત્તા બચાવવા ભાજપ હવે RSSના સહારે, હરિયાણાની 20 બેઠક માટે બનાવ્યો પ્લાન 1 - image


Haryana Assembly Election 2024: હરિયાણા વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તે પહેલા 10 વર્ષની સત્તા બચાવવા માટે ભાજપે કમર કસી લીધી છે. એક તરફ ભાજપે આ ચૂંટણીમાં RSSની મદદ માંગી છે અને પન્ના પ્રમુખ અભિયાનને તેજ કરવાનો નિર્ણય લીધો છે. પન્ના પ્રમુખની રણનીતિમાં RSSના કેડરથી સહયોગની અપેક્ષા છે. બીજી તરફ નમો એપ દ્વારા બૂથ લેવલના કાર્યકરોને સક્રિય કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, આ સમગ્ર કવાયત તેજ કરવા પાછળનું કારણ એ છે કે રાજ્યમાં લગભગ 20 એવી બેઠકો છે જેના પર ભાજપને ગેમ પલટવાની આશા છે.

આ બેઠકો પર કોઈ પણ પોતાની જીતનો દાવો કરવાની સ્થિતિમાં નથી. આ બેઠકો પર મુકાબલો ત્રિકોણીય છે અથવા તો બહુકોણીય છે. ઘણી બેઠકો પર અપક્ષો પણ ખૂબ મજબૂત સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ આ બેઠકોને લઈને ટેન્શનમાં છે અને ભાજપ તેને પોતાના માટે તક તરીકે જોઈ રહી છે. આ બેઠકોમાં હિસાર, સિરસા, કુરુક્ષેત્ર વગેરે સામેલ છે. આવી સ્થિતિમાં ભાજપને લાગી રહ્યું છે કે, મત વહેંચણી વચ્ચે જો પોતાના કેડરને મજબૂતીથી એક્ટિવ કરી દેવામાં આવે તો તેને લીડ મળી શકે છે. તેથી સંઘ સાથે તાલમેલ સ્થાપિત કરીને કામ કરાવની વ્યૂહરચના બની રહી છે. આગામી 10 દિવસોમાં પન્ના પ્રમુખની વ્યૂહરચના પર કામ કરતા શેરી-શેરી અને ગામડે-ગામડે સુધી જવાની યોજના છે. 

સંઘના કાર્યકરોની મદદથી સ્થિતિ બદલાઈ શકે

ભાજપના પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બડોલીનું પણ કહેવું છે કે, અમારી પાર્ટી ગ્રાઉન્ડ લેવના કાર્યકર્તાઓની છે. મોટી સંખ્યા એવા લોકોની છે જેઓ નિઃસ્વાર્થપણે સહકાર આપે છે. આવી સ્થિતિમાં એ લોકોને અપીલ કરવામાં આવશે કે તેઓ આગળ આવે અને ચૂંટણીમાં પાર્ટીને મદદ કરે. 'મારું બૂથ સૌથી મજબૂત'નું સૂત્ર આપવામાં આવશે અને પન્ના પ્રમુખની વ્યૂહરચના સાથે આગળ વધીશું. વાસ્તવમાં ભાજપ નેતૃત્વને લાગે છે કે લોકસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો નિષ્ક્રિય હતા અને જો હવે તેમની મદદ મળે તો સ્થિતિ બદલાઈ પણ શકે છે.

 RSSને સાથે લઈને આગળ વધવાનો નિર્ણય 

કહેવામાં આવી રહ્યું છે કે, RSSએ પણ લોકસભા ચૂંટણી બાદ ભાજપ સાથે તાલમેલના અભાવની ફરિયાદ પણ કરી હતી. આવી સ્થિતિમાં હવે ભાજપ નેતૃત્વએ ચૂંટણીમાં RSSને સાથે લઈને આગળ વધવાનો નિર્ણય લીધો છે. ગત મહિને આ અંગે કેટલીક બેઠકો પણ કરી હતી. આટલું જ નહીં અંબાલા સહીત ઘણા એવા સ્થળો પર એવા લોકોને ટિકીટ મળી છે જેઓ RSS બેકગ્રાઉન્ડના રહ્યા છે. બીજી તરફ પાર્ટીએ 40 નવા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. એવા તમામ ઉમેદવાર છે જેમનો આખો પ્રચાર જ RSS સાથે સબંધિત લોકોએ સંભાળી રાખ્યો છે. 


Google NewsGoogle News