PM મોદીને મળવા, લઘુમતિ નેતાઓ સંસદ ભવન પહોંચ્યા કહ્યું : PM મોદીનાં નેતૃત્વમાં દેશ 'વિશ્વ-ગુરૂ' બની રહેશે
- દેશના લઘુમતિ નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની પણ મુલાકાત લીધી
નવી દિલ્હી : દેશની વિવિધ લઘુમતિઓનું પ્રતિનિધિત્વ કરનાર ધાર્મિક નેતાઓ આજે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ, રાજ્ય સભાના સભાપતિ જગદીપ ધનખડેને મળવા સંસદ ભવન પહોંચ્યા હતા. આ ધાર્મિક નેતાઓએ સંસદની કાર્યવાહી પણ જોઈ. વિભિન્ન ધાર્મિક નેતાઓ વડાપ્રધાનથી ઘણા પ્રભાવિત થયા હતા. તે સર્વેએ એક સ્વરમાં દેશને આગળ લઈ જવા માટે મોદીને ધન્યવાદ આપ્યા. સૌએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આજે દેશ ફરી વિશ્વ-ગુરૂ' બનવાની નજીક છે.
આ લઘુમતિ ધાર્મિક નેતાઓએ કહ્યું કે, આપણી નીતિઓ, રીતી રિવાજ, ધર્મ અને પ્રાર્થના પદ્ધતિ અલગ હોઈ શકે પરંતુ એક ઇન્સાન તરીકે આપણે સૌથી મોટો ધર્મ ઇન્સાનિયત જ હોઈ શકે. તેઓએ કહ્યું, આપણે સર્વે એક જ દેશમાં રહીએ છીએ. આપણે સર્વ ભારતીય છીએ. આવો આપણે સર્વે આપણા દેશને મજબૂત કરીએ. આપણો દેશ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આપણે સાથે મળી આ દેશને આગળ લઇ જવાનો છે. તેઓએ કહ્યું, નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આજે દેશ ફરીથી વિશ્વ-ગુરૂ' બનવા નજીક છે. તેમ થવા માટે આપણે સર્વેએ સાથે મળી કામ કરવું પડશે. નવાં સંસદ ભવનનું આ દ્રશ્ય આપણા દેશના બદલાતા સમયનું પ્રમાણ છે.
ઇંડિયન માઇનોરોટી ફાઉન્ડેશનનાં સંસ્થાપક હીમાની સૂદે કહ્યું કે, અમે ૨૪ ધાર્મિક નેતાઓનાં એક દલને નવા સંસદ ભવનમાં લઈ ગયા, ત્યાં વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિને મળ્યા. તેઓએ કહ્યું કે, એક વાત ચલાવવામાં આવી છે કે, આપણો દેશ એક નથી અને તેમાં વિવિધ ધર્મના નેતાઓ એક સાથે રહેતા નથી. તો અમે દુનિયાને સંદેશ આપવા માગીએ છીએ કે, અમે એક સાથે ઉભા છીએ. અમે અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં શાસનનું સમર્થન કરીએ છીએ અને અમે એક સાથે મળીને અમે દેશને એક ભારત શ્રેષ્ઠ ભારતના લક્ષ્ય સુધી લઇ જવા પ્રયત્ન કરીએ છીએ.
આ મુલાકાત વિષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે સંસદમાં ધાર્મિક નેતાઓનાં એક પ્રતિનિધિ મંડળને મળી ઘણો જ આનંદ થયો. હું આપણા રાષ્ટ્રના વિકાસ પથ પર તેઓના દયાળુ શબ્દો માટે તેઓને ધન્યવાદ આપું છું. આ ધાર્મિક નેતાઓ નવા સંસદ ભવનમાં ફર્યા, તેને આશિર્વાદ આપ્યા અને અમારા ત્રીજા કાર્યકાળ માટે પ્રાર્થના કરી.