મમતા બેનરજીની પાર્ટીનું મોટું એલાન, બંગાળ વિરોધી પ્રોપોગેન્ડા ચલાવનારી 3 ચેનલોનો કરશે બહિષ્કાર
TMC opened a Front Against these three TV Channels: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસે ટીવી ચેનલો સામે મોરચો માડ્યો છે. પાર્ટીએ ત્રણ ચેનલો પર 'બંગાલ વિરોધી પ્રોપોગેન્ડા' ચલાવવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત ટીએમસીએ સ્પષ્ટ કર્યું છે, કે આ ચેનલો પર પાર્ટીના પ્રવક્તાઓને ડિબેટમાં નહીં મોકલે. તો આ બાજુ ભારતીય જનતા પાર્ટીએ ટીએમસી પર વાણી સ્વતંત્રતાનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ ચેનલો પર નહીં જાય ટીએમસીના પ્રવક્તા
ટીએમસીએ ABP આનંદ, રિપબ્લિક અને TV9 પર પ્રવક્તા નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ લખ્યું, 'સતત બંગાલ વિરોધી પ્રોપોગેન્ડા ચલાવવાના પ્રચારને કારણે AITCએ તેના પ્રવક્તાઓને ABP આનંદ, રિપબ્લિક અને TV9 જેવી ચેનલો પર નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે. અમે સમજીએ છીએ કે તેમના પ્રમોટર્સ અને કંપનીઓ સામે ચાલી રહેલી તપાસ અને કેસોને જોતા દિલ્હીમાં બેઠેલા જમીનદારોને ખુશ રાખવા તેમની મજબૂરી છે.'
'બંગાળના લોકોએ હંમેશા પ્રોપેગેંડા સામે સત્યને પસંદ કર્યું છે
પાર્ટીએ આગળ લખ્યું, 'અમે પશ્ચિમ બંગાળના લોકોને પણ વિનંતી કરીએ છીએ કે, આ પ્લેટફોર્મ પર પાર્ટી સમર્થકો અને સહાનુભૂતિ ધરાવતા લોકો દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં, કારણ કે તેઓ પાર્ટી દ્વારા અધિકૃત નથી, તેમજ ન તો તેઓ અમારા સત્તાવાર અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરે છે. અને બંગાળના લોકોએ હંમેશા આ બાંગ્લા વિરોધી સાઠગાંઠને નકારી કાઢી છે અને હંમેશા પ્રોપોગેન્ડા સામે સત્યને પસંદ કર્યું છે.'
ટીએમસી હંમેશા તાનાશાહી અને સ્વતંત્ર વાણીનો વિરોધી રહી છે: ભાજપ
ભાજપે કહ્યું, 'ટીએમસી હંમેશા તાનાશાહી અને સ્વતંત્ર વાણીનો વિરોધી રહી છે. પશ્ચિમ બંગાળમાં ત્રણ લોકપ્રિય ચેનલ TV9, રિપબ્લિક અને ABP આનંદનો બહિષ્કાર કરવાનો નિર્ણય આપણને સાચા સાબિત કરે છે, પરંતુ આ નિર્ણય કોઈ સિદ્ધાંતનું પરિણામ નથી, કારણ કે મમતા બેનર્જી અને તેમની પાર્ટી પાસે આ છે જ નથી. જે સચ્ચાઈનો સામનો કરવામાં નિષ્ફળતા અને વધતી જતી નિરાશાનું આ પરિણામ છે.'
તો આ અંગે ભાજપના બંગાળ યુનિટે કહ્યું, 'અમે જોયું કે કેવી રીતે ટીએમસીના વરિષ્ઠ નેતા અને સાંસદ ડૉ. કાકોલી દસ્તીદારે મહિલા ડૉક્ટરો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી અને તેમનો પુત્ર ડૉક્ટરો સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે.'
તૃણમૂલ કોંગ્રેસ સત્યથી ડરે છે : ભાજપ
ભાજપે કહ્યું કે, 'તૃણમૂલ કોંગ્રેસ સત્યથી ડરે છે, પરંતુ સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. બંગાળ વિરોધી તૃણમૂલ બંગાળીઓને હેરાન કરી રહી છે અને પશ્ચિમ બંગાળનું અપમાન કરી રહી છે.'
પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, 'આજે જ બળાત્કાર અને ઉત્પીડનના 5-6 કેસ નોંધાયા છે. તેના 48 કલાક પહેલા 7 કેસ નોંધાયા હતા. તેમાથી કેટલાક સીધા TMC સભ્યો સાથે જોડાયેલા છે.