Get The App

તૃણમૂલના સાંસદ મિમી ચક્રવર્તીનું રાજીનામું, કહ્યું- ‘રાજકારણ મારા માટે નથી’

2019ની લોકસભા ચૂંટણીમાં મિમી ચક્રવર્તી જાદવપુર બેઠક પરથી જીત્યા હતા

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News

તૃણમૂલના સાંસદ મિમી ચક્રવર્તીનું રાજીનામું, કહ્યું- ‘રાજકારણ મારા માટે નથી’ 1 - image
Mimi Chakraborty (image: IANS)

Mimi Chakraborty Resigns: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તૃણમૂલના વડા મમતા બેનરજીને રાજીનામું સોંપ્યા બાદ મિમીએ જણાવ્યું હતું કે, 'રાજનીતિ મારા માટે નથી, અહીં જો તમે કોઈની મદદ કરી રહ્યા છો તો તમારે તેનો પ્રચાર કરવો પડશે. રાજકારણની સાથે સાથે હું એક અભિનેત્રી તરીકે પણ કામ કરું છું, મારી જવાબદારીઓ બંને બાજુએ સમાન છે. જો કોઈ રાજકારણમાં આવે તો તમે કામ કરો કે ન કરો તમને ખરું ખોટું સંભળવવામા આવે છે.'

દીદી કહેશે તે પછી હું આગળની પ્રક્રિયા પૂરી કરીશ: મિમી

મમતા બેનરજીને લઈને મિમી ચક્રવર્તીએ કહ્યું કે,'હું જે સમસ્યાનો સામનો કરી રહી છું તે અંગે મેં મમતા બેનરજી સાથે વાત કરી છે. 2022માં પણ મેં એકવાર દીદીને મારા સાંસદ પદ પરથી રાજીનામું આપવાની વાત કરી હતી, તો તેમણે તેને ફગાવી દીધું હતું. દીદી જે કહેશે તે પછી હું આગળની પ્રક્રિયા પૂરી કરીશ.'

નોંધનીય છે કે, મિમી ચક્રવર્તી બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીનું નામ છે. મિમીનો જન્મ 11મી ફેબ્રુઆરી 1989માં પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. મિમી ચક્રવર્તીએ 2012માં ફિલ્મ 'ચેમ્પિયન'થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેમણે બંગાળીમાં 25થી વધુ સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. મિમીની લોકપ્રિયતા જોઈને તૃણમૂલે તેને 2019માં પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. 


Google NewsGoogle News