Get The App

‘હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર’ TMC ધારાસભ્યનો આક્ષેપ

Updated: Apr 13th, 2025

GS TEAM


Google News
Google News
‘હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર’ TMC ધારાસભ્યનો આક્ષેપ 1 - image


Murshidabad Violence : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં નવા વક્ફ કાયદા મુદ્દે આક્રોષ, દેખાવો અને હિંસાની ઘટના બાદ રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. હિંસામાં ત્રણ લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. એકતરફ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ હિંસાની ઘટના પાછળ ભાજપને જવાબદાર ઠેરવ્યું છે, તો બીજીતરફ ભાજપે આક્ષેપ કર્યો છે કે, મુખ્યમંત્રી મમતા બેનરજીના તૃષ્ટિકરણની રાજનીતિના કારણે હિંસા થઈ છે.

ભાજપ પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા માંગે છે : ટીએમસી ધારાસભ્ય

ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રાએ મુર્શિદાબાદ હિંસા મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભાજપ નેતાઓ ઉલ્ટી-સીધી વાતો બોલી બંગાળમાં હિંસા કરાવવા માંગે છે. તમામ રાજ્યોમાં આવી નાની હિંસાઓ થાય છે. હિંસા પાછળ વક્ફ કાયદો લાવનારી કેન્દ્ર સરકાર જવાબદાર છે. ભાજપ બંગાળમાં 2026ની ચૂંટણી પહેલા હિંસા કરાવવા માંગે છે અને પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા માંગે છે.

આ પણ વાંચો : વડાપ્રધાન-RSS અંગે અભદ્ર ભાષા બોલનાર કન્હૈયા કુમાર ફસાયા, ભાજપે નોંધાવી ફરિયાદ

દેશમાં હિંસા માટે મોદી-યોગી જવાબદાર

તેમણે કહ્યું કે, ‘દેશમાં જે પણ હિંસાઓ થઈ રહી છે, તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (UP CM  Yogi Adityanath) જવાબદાર છે. આવી હિંસામાં કોઈનો પણ જીવ જાય છે અને તે ખોટું છે. જ્યાં સુધી મમતા બેનરજી (West Bengal CM Mamata Banerjee) છે, ત્યાં સુધી બંગાળમાં ક્યાંક પણ હિંસા ન થઈ શકે. મમતા બેનરજી બધાને સાથે લઈને ચાલી રહ્યા છે.’

મુર્શિદાબાદનીહિંસામાં ત્રણના મોત

ઉલ્લેખનીય છે કે, વક્ફ કાયદાના વિરોધમાં શુક્રવારે માલદા, મુર્શિદાબાદ, દક્ષિણ 24 પરગણા અને હુગલી જિલ્લાઓમાં હિંસા ભડકી હતી, જેમાં પોલીસના વાહનોને આગ લગાવી દેવાઈ હતી. મુર્શિદાબાદના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. શમશેરગંજમાં બે, મુર્શિદાબાદ મેડિકલ કૉલેજમાં એકનું મોત થયું છે.

આ પણ વાંચો : ‘400થી વધુ હિન્દુને ભાગવા મજબૂર કરાયા’ મુર્શિદાબાદની હિંસા મુદ્દે શુભેન્દુનો આક્ષેપ, VIDEO શેર કર્યો

Tags :