કોલકાતા દુષ્કર્મ અને હત્યા કાંડના વિરોધમાં દિગ્ગજ સાંસદે આપ્યું રાજીનામું, મમતાની પાર્ટીને ઝટકો

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
કોલકાતા દુષ્કર્મ અને હત્યા કાંડના વિરોધમાં દિગ્ગજ સાંસદે આપ્યું રાજીનામું, મમતાની પાર્ટીને ઝટકો 1 - image


TMC leader Jawhar Sircar Resign: કોલકાતાના આરજી કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે થયેલી બર્બરતાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાજ્યસભા સાંસદ જવાહર સરકારે રવિવારે રાજીનામું આપી દીધું છે. તેઓએ પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જીને પત્ર લખીને કહ્યું કે, મેં મારૂ પદ છોડવાનો નિર્ણય લીધો છે.

જવાહર સરકારે મમતા બેનર્જીને પત્રમાં લખ્યું કે, 'અમને આશા હતી કે, આરજી કર હોસ્પિટલમાં થયેલી બર્બરતાને લઈને જલ્દી કડક પગલાં લેવામાં આવશે. જૂની મમતા બેનર્જીની જેમ એક્શન લેવાશે. પરંતુ, તુરંત કોઈ નક્કર પગલાં ન લેવાયા. જ્યારે એક્શન લેવાયું ત્યારે પણ ઘણું મોડું થઈ ચુક્યું હતું. આશા રાખું છું કે, રાજ્યમાં જલ્દી જ શાંતિ સ્થપાશે અને ગુનેગારોને કડકમાં કડક સજા મળશે.'

જવાહર સરકારે પોતાનું દુઃખ વ્યક્ત કરતા મમતા બેનર્જીને કહ્યું, 'આરજી કર હોસ્પિટલમાં થયેલી ભયાનક ઘટનાથી હું દુઃખી છું અને મમતા બેનર્જીની જૂની મમતા બેનર્જીની જૂની શૈલીમાં આંદોલનકારી જુનિયર ડૉક્ટરની સાથે તમારા સીધા હસ્તક્ષેપની આશા કરી રહ્યો હતો, પરંતુ આવું ન થયું. કોલકાતામાં થઈ રહેલાં હાલના વિરોધ પ્રદર્શને જે બંગાળને હચમચાવી રહ્યું છે, તે ટીએમસી સરકારના અમુક પસંદગીના લોકો અને ભ્રષ્ટ લોકોના અનિયંત્રિત દબંગ વલણની સામે જનતાનો ગુસ્સો દર્શાવે છે.'

પાર્ટીના ભ્રષ્ટાચાર પર કરી વાત

મુખ્યમંત્રી મમતા બેનર્જીને લખેલા પત્રમાં જવાહર સરકારે પાર્ટીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. સરકારે કહ્યું, 'પંચાયત અને નગર પાલિકાઓમાં સ્થાનિક સ્તરના પાર્ટી નેતાઓએ ભારે સંપત્તિ મેળવી લીધી છે, જેનાથી બંગાળના લોકોને નુકસાન થયું છે. એ પણ હકીકત છે કે, અન્ય પક્ષના નેતાઓએ ઘણી વધારે સંપત્તિ મેળવી છે, પરંતુ બંગાળ આ પ્રકારના ભ્રષ્ટાચાર અને વર્ચસ્વને સ્વીકાર નથી કરી શકતું. હું જાણું છું કે, હાલનું કેન્દ્રીય શાસન પોતાના બનાવેલા અરબપતિઓ પર વિકસી રહ્યું છે અને એકપણ દિવસ એવો નથી જતો જ્યારે હું આ ક્રોનોલોજી પર પ્રહાર ન કરૂં. હું બસ અમુક વસ્તુનો સ્વીકાર નથી કરી શકતો, જેમાં ભ્રષ્ટાચાર પ્રમુખ છે.'

આ પણ વાંચોઃ 89 વર્ષની વયે ફરી ચૂંટણી લડવાની તૈયારીમાં આ દિગ્ગજ નેતા? કૌભાંડના કારણે હતા જેલમાં

જૂની મમતા સ્ટાઈલમાં એક્શન

જવાહર સરકારે પત્રમાં નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, 'જનતાનો આ ગુસ્સો અમુક ખાસ અને ભ્રષ્ટ લોકોના અનિયંત્રિત દબંગ વલણની સામે છે. મેં મારા આખાય કાર્યકાળમાં સરકારની સામે આવો અવિશ્વાસ નથી જોયો, ભલે તે કંઈક સાચી કે તથ્યાત્મક વાત જ કેમ ન કહે. હું આરજી કર મેડિકલ કોલેજની ઘટના પર એક મહિનાથી ચુપ રહીને જોઈ રહ્યો હતો અને આશા કરી રહ્યો હતો કે, તમે જૂની મમતા બેનર્જીની સ્ટાઈલમાં એક્શન લેશો અને આંદોલનકારી જુનિયર ડૉક્ટરોની સાથે સીધી વાત કરશો, પરંતુ આવું ન થયું. સરકારે મામલે એક્શન લેવામાં મોડું કરી દીધું. જો સરકાર ભ્રષ્ટ ડૉક્ચરોની સાંઠગાંઠને તોડીને યોગ્ય કાર્યવાહી કરનાર અધિકારીઓ દ્વારા એક્શન લેવાત તો ઘણાં સમય પહેલાં જ સ્થિતિ સામાન્ય થઈ જાત.'

વિપક્ષને ફાયદો

સરકારે પત્રમાં લખ્યું, 'મારૂ માનવું છે કે, આંદોલનની મુખ્યધારા બિનરાજકીય છે અને તેને રાજકીય બતાવીને લડવું યોગ્ય નથી. બેશક વિપક્ષી પાર્ટી મુશ્કેલ પરિસ્થિતીઓનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ દર બીજા દિવસે આંદોલન કરનાર યુવાઓ, સામાન્ય લોકોને પ્રોત્સાહિત નથી કરતાં. તે રાજકારણ નથી ઈચ્છતાં, તે ફક્ત ન્યાય ઈચ્છે છે. આ આંદોલન જેટલું મહિલા ટ્રેઇની ડૉક્ટર માટે છે, તેટલું જ રાજ્ય સરકાર માટે પણ છે. તેના માટે સરકારને તુરંત સુધારો કરવાની જરૂર છે, નહીંતર કોમવાદી તાકાતો આ રાજ્ય પર કબ્જો કરી લેશે. મને આ બધું એટલા માટે લખવું પડે છે, કારણકે મને ખાનગીમાં વાતચીત કરવાનો મોકો નથી મળ્યો. હું એકવાર ફરી તમારા પ્રતિ આભાર વ્યક્ત કરૂ છું કે, મને સંસદમાં બંગાળના મુદ્દા મુકવાનો મોકો આપ્યો, પરંતુ હવે સાંસદ રીતે બિલકુલ રહેવા નથી ઈચ્છતો.'

આ પણ વાંચોઃ બંગાળની ખાડીમાં વાવાઝોડાની આશંકા: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી, IMDનું ઍલર્ટ

ભાજપનો મમતા પર પ્રહાર

ટીએમસી નેતાનું રાજ્યસભાના સાંસદ પદથી રાજીનામું આપ્યા બાદ, ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ મતતા બેનર્જી પર પ્રહાર કર્યાં છે. તેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે, ટીએમસીના રાજ્યસભા સાંસદ જવાહર સરકારે ટીએમસી દ્વારા સંચાલિત પશ્ચિમ બંગાળ સરકારમાં ફેલાયેલાં ભ્રષ્ટાચાર અને આરજી કર મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યાનો મામલો યોગ્ય રીતે સંભાળી શકવાનું કહીને રાજીનામું આપી દીધું છે. મમતા બેનર્જીએ તેનાથી શીખીને પોતાનું પદ છોડવાનો સમય આવી ગયો છે. તેઓએ કોલકાતા પોલીસ કમિશ્નર સાથે મળીને યુવા ડૉક્ટરના બળાત્કાર અને હત્યા સાથે સંબંધિત તમામ પુરાવાને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધાં છે.'


Google NewsGoogle News